પશ્ચિમ રેલવેના વડોદરા ડિવિઝનમાં 79મા સ્વતંત્રતા દિવસની ઉજવણી ખૂબ જ ગૌરવ અને ઉત્સાહ સાથે કરવામાં આવી.
વડોદરા ખાતે ડિવિઝનલ રેલ્વે ઓફિસ પરિસરમાં આયોજિત એક ગૌરવપૂર્ણ સમારોહમાં મંડળ રેલ પ્રબંધક રાજુ ભડકેએ રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો, આરપીએફ ,સ્કાઉટ એન્ડ ગાઇડ અને સિવિલ ડિફેન્સની સંયુક્ત પરેડનું નિરીક્ષણ કર્યું અને સલામી લીધી. ભડકેએ રેલકર્મીઓને સંબોધન કરીને તેમને અને તેમના પરિવારોને સ્વાતંત્ર્ય દિવસની શુભકામનાઓ પાઠવી અને પશ્ચિમ રેલ્વેના જનરલ મેનેજર વિવેક કુમાર ગુપ્તાનો સ્વતંત્રતા દિવસનો સંદેશ વાંચ્યો.વડોદરા ડિવિઝન પર 'સ્વાતંત્ર્ય દિવસ સમારોહ-૨૦૨૫' અંતર્ગત 1 ઓગસ્ટથી 15 ઓગસ્ટ, 2025 સુધી એક વિશેષ 'સ્વચ્છતા અભિયાન'નું આયોજન કરવામાં આવ્યું હતું. 'સ્વચ્છ ભારત' અને 'હર ઘર તિરંગા' વિષય પર આયોજિત ચિત્ર/નિબંધ લેખન/ રંગોલી/ક્વિઝ સ્પર્ધાઓના 08 વિજેતાઓને મંડળ રેલ પ્રબંધક શ્રી ભડકેએ પુરસ્કારોથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
આ પ્રસંગે પશ્ચિમ રેલ્વે મહિલા કલ્યાણ સંગઠન વડોદરા ના પ્રમુખ ડૉ. કવિતા ભડકેએ ધોરણ 10 અને 12 ના 26 બાળકોને તેમના નોંધપાત્ર પ્રદર્શન બદલ ઇનામ આપીને સન્માનિત કર્યા.આ સમારોહમાં, આરપીએફ દ્વારા ડોગ શો નું પ્રદર્શન કરવામાં આવ્યું અને તીરંગી ફુગ્ગા આકાશમાં છોડવામાં આવ્યા હતા અને રેલવે કર્મચારીઓ દ્વારા દેશભક્તિ પર આધારિત ટૂંકા સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા, જે બધા માટે આકર્ષણનું કેન્દ્ર રહ્યા હતા.સ્વાતંત્ર્ય દિવસના આ કાર્યક્રમમાં એડિશનલ ડિવિઝનલ રેલવે મેનેજર નીરજ ધમીજા, પશ્ચિમ રેલવે મહિલા કલ્યાણ સંગઠન વડોદરા ના ઉપાધ્યક્ષ, સિનિયર ડિવિઝનલ સિક્યુરિટી કમિશનર ફ્રાન્સિસ લોબો અને સંગઠનના અન્ય પદાધિકારીઓ અને તેમની ટીમ, વિવિધ વિભાગોના વરિષ્ઠ અધિકારીઓ, ટ્રેડ યુનિયન અને સંગઠનોના પદાધિકારીઓ, પેન્શનર્સ અને રેલ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.મંડળના વડોદરા, ભરૂચ, ગોધરા, આણંદ, નડિયાદ, એકતાનગર, અંકલેશ્વર સહિત તમામ સ્ટેશનો, વર્કશોપ અને શેડો પર દેશભક્તિ પૂર્ણ વાતાવરણમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવી.કાર્યક્રમના અંતે, સિનિયર ડિવિઝનલ પર્સનલ ઓફિસર તેજરામ મીણાએ આ ઉજવણીને સફળ બનાવવા બદલ સૌનો આભાર માન્યો.
Reporter: admin







