શનિવાર ના રોજ કેન્દ્રીય મંત્રી અમિત શાહ, ગુજરાતના ગૃહમંત્રી, તેમજ મુખ્યમઁત્રી વડોદરા મા હાજર હતા. લગભગ સુરક્ષા વ્યવસ્થા જડબે સલાખ હતી ઝેડ પ્રકાર ની સુરક્ષા હોવા છતાં વડોદરામા અમિત શાહ ની રેલીમા પાકીટ માર, મોબાઈલ ચોરો એક્ટિવ હતા. લગભગ ૫૦ થી ૬૦ મોબાઈલ અને પાકીટો આ ગઠીયા ઓ તફડાવી ગયા હતા. જેમાં પૂર્વંમંત્રી ભુપેન્દ્ર લખાવાલા, શૈલેષ મીસ્રી, જિલ્લા ભાજપ પ્રમુખ સતીશ નિશાળિયા, લાલી વોર્ડ ન.૧૩,પૂર્વ કોર્પોરેટર વિજય પવાર વોર્ડ ન.૧૪ સહિતના નેતાઓ, કોર્પોરેટર, કાર્યકરો ના મોબાઈલ, પાકીટ ચોરાયા હતા જેમાં કેટલાકે ફરિયાદ કરી હતી. મોટા ભાગના નેતાઓએ શરમના માર્યા ફરિયાદ કરવાનું ટાળ્યું હતું. આ અંગે નવાપુરા ના પીઆઇ ને ન્યુઝ પ્લસે મોબાઈલ -પાકીટ માર વિશે અને ફરિયાદ કરનાર વિશે પૂછવામા આવ્યું ત્યારે પીઆઇ એ જણાવ્યું હતું કે આવી આલતું - ફાલતુ રજુઆત તો આવ્યા કરે મને ખબર નથી.. પીઆઇ નો આલતું ફાલતુ જવાબે સૌને ચોકવી દીઘા હતા. શું વડોદરા ના નેતાઓ ને પીઆઇ આલતું ફાલતુ ગણે છે. મોબાઈલ ચોરી ની ફરિયાદો આલતું ફાલતુ હોય છે. વડોદરામા એટલો મોટો રોડ શો હોય જેમાં દેશના ગૃહમઁત્રી, રાજ્ય ના મુખ્યમઁત્રી, રાજ્યના ગૃહ મઁત્રી,પૂર્વ ગૃહ મંત્રી,ની હાજરી મા મોબાઈલ ચોર ગૅંગ કેવી રીતે રેલીમાં ઘુસી તે પોલીસ માટે શરમ જનક ગણાય આવડી મોટી રેલીમા ચોર ગૅંગ પોતાનો મનસુબો પાર પાડી ને કેવી રીતે નીકળી ગઇ તે સૌથી મોટો સવાલ છે. અમિત શાહની રેલી માં કાર્યકર્તા ઓછા હોવા છતાં ચોરીની ઘટના બની. વડોદરા પોલીસ ની હાજરીમાં નેતાઓ સુરક્ષિત નથી.
હવે જે નેતાઓના મોબાઈલ ચોરાયા હતા તે લોકો નવા મોબાઈલ લેવાની ફરજ પડી હતી.આ કક્ષા ના નેતાઓ આશરે 25 થી 30 હજારના મોબાઈલ વાપરતા હોય છે.
આમ ગજવામાંથી રૂપિયા કાઢવા પડ્યા હતા નેતાઓએ અને કોર્પોરેટરો એ ફરજીયાત નવા મોબાઈલ ખરીદવાની ફરજ પડી હતી. આમ ભાજપા ના રાજમાં પોલીસ કેવી રીતે કામ કરે છે. અને ભાજપના જ નેતાઓ ને પોલીસ " તીન પાટ ચબું સમજતા થઈ ગયા છે. કારણ કે પોલીસ આ નેતાઓ ને આલતું ફાલતુ સમજતા હોય છે. કારણ કે મોબાઈલ ની ચોરી આ લોકો સામાન્ય સમજતા હોય છે જ્યારે અછોડા ચોરી થાય તોજ આલોકો હરકત મા આવતા હોય છે. આવી ચૂંટણી માં નેતાઓ ની રેલી માં ચોરો એક્ટિવ થઇ જતા હોય છે
Reporter: News Plus