News Portal...

Breaking News :

પાલિકાની સ્થાયી સમિતિની બેઠકમાં ઓડિટ વિભાગ અને આરોગ્યના કામોને મંજૂરી

2024-04-18 18:12:56
પાલિકાની સ્થાયી સમિતિની બેઠકમાં ઓડિટ વિભાગ અને આરોગ્યના કામોને મંજૂરી

વડોદરા મનપાની સ્થાયી સમિતિની બેઠક મળી હતી જેમાં બે એકમો એજન્ડા ઉપર મુકવામાં આવ્યા હતા. આ બંને કામોને મંજૂરી આપવામાં આવી છે. બેઠકમાં ઓડિટ વિભાગમાં 3.7.23 થી 9.7.23 દરમિયાન પોસ્ટ ઓડિટની વિગત ચીફ ઓડિટર તરફથી આવી હતી તે જાણમાં લેવામાં આવી હતી. આ ઉપરાંત આરોગ્ય વિભાગમાં અધિક આરોગ્ય અમલદારની કચેરીમાં જુનિયર  ફાર્માસીસ્ટ તરીકે ફરજ બજાવતા  તેઓને ભારત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ના પત્ર મુજબ પેરા મેડિકલ સ્ટાફ તરીકે સાઉદી અરેબિયા સ્વ વિનંતીથી કામચલાઉ પ્રતિનિયુકિતથી 30.4.24 થી 31.7.24 દરમિયાન ભારત સરકારના અલ્પસંખ્યાક મંત્રાલયની શરતો મુજબ મોકલવાની મંજૂરી આપવા તથા તેને સામાન્ય સભાની મંજૂરીની અપેક્ષાએ મંજૂરી આપવાની ભલામણ કમિશ્નર દ્વારા કરવામાં આવી હતી જે કામને પણ મંજૂરી આપવામાં આવી છે.

Reporter: News Plus

Related Post