હાઇકોર્ટમાંથી વચગાળાના જામીન મેળવી નિયત સમયે જેલમાં હાજર નહીં થઈ ફરાર થયેલા કેદીને ક્રાઈમ બ્રાન્ચની ફર્લો ટીમે તેના ઘરમાંથી ઝડપી પાડી અમરેલી જીલ્લાની જેલને સોંપી દેવાયો છે.
જેલમાંથી વચગાળાના જામીન મેળવ્યા બાદ કેદીઓ નિયત સમયે જેલમાં હાજર નહીં થતાં હોવાથી ફરાર કેદીઓની શોધખોળ શહેર ક્રાઈમ બ્રાન્ચની ફર્લો ટીમે શરૂ કરી છે. તાજેતરમાં સાવરકુંડલાની નામદાર કોર્ટે વર્ષ 20021 માં નેગોસિએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ હેઠળ આરોપી વિનોદ ચંદુભાઈ સોલંકી (રહે, અકોટા) ને એક વર્ષની સજા ફટકારી હતી. તેમજ આરોપી વિનોદ સોલંકીને પાકા કામના કેદી તરીકે અમરેલી જિલ્લાની જેલમાં મોકલી આપ્યો હતો. દરમ્યાનમાં પાકા કામના કેદી વિનોદ સોલંકીએ હાઇકોર્ટમાંથી 10 દિવસના વચગાળાના જામીન મેળવ્યા હતા. અને ગત તા.4/4/ 24 ના રોજ વિનોદ સોલંકી જેલમાંથી મુક્ત થયો હતો. ત્યારબાદ પેરોલ રજા પૂર્ણ થતા કેદી વિનોદ સોલંકીને ગત તારીખ 15/4/24 ના રોજ જેલમાં હાજર થવાનું હતું. પરંતુ કેદી વિનોદ સોલંકી જેલમાં નિયત સમયે હાજર નહી થતા ફરાર થઈ ગયો હતો. દરમ્યાનમાં ક્રાઈમ બ્રાંચની પેરલ ફોલો ટીમે તેની શોધખોળ શરૂ કરી હતી. ક્રાઈમ બ્રાન્ચની પેટ્રોલ ફર્લો ટીમને માહિતી મળી હતી કે ફરાર કેદી વિનોદ સોલંકી હાલમાં તેના અકોટાના રહેઠાણ પર છે. જેથી પોલીસે ગત મોડી રાત્રે ફરાર કેદી વિનોદ સોલંકીને તેના ઘરેથી ઝડપી પાડી અમરેલી જીલ્લાની જેલને સોંપી દેવામાં આવ્યો છે.
Reporter: News Plus