News Portal...

Breaking News :

VCCI ખાતે એપ્રેન્ટિસશીપ અવેરનેસ વર્કશોપ કાર્યક્રમ યોજાયો

2025-12-23 11:26:40
VCCI ખાતે એપ્રેન્ટિસશીપ અવેરનેસ વર્કશોપ કાર્યક્રમ યોજાયો



એપ્રેન્ટિસશીપમા સુધારાનો ઇન્ડસ્ટ્રીઝ ને કેવી રીતે વધુમાં વધુ લાભ મળી શકે સાથે કેન્દ્ર અને રાજ્ય સરકારની સ્કિમોનો લોકો વધુમાં વધુ લાભ લઇ શકે તે માટેની નિષ્ણાતો દ્વારા માહિતી આપવામાં આવી હતી


સોમવારે સ્કિલ ડેવલપમેન્ટ, એન્ટરપ્રેન્યોરશીપ અને વડોદરા ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ (VCCI) ના સંયુક્ત ઉપક્રમે 'કૌશલ્ય વિકાસ' અને એપ્રેન્ટિસશીપ એક્ટ વિષયે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં એપ્રેન્ટિસશીપ એક્ટ વિષે નિષ્ણાતો દ્વારા માહિતી આપવામાં આવી હતી સાથે જ એપ્રેન્ટિસશીપ થી ઉધ્યોગોને કેવી રીતે વધુમાં વધુ લાભ મળે સાથે જ કૌશલ્ય વિકાસ કરી શકાય દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વપ્ન દેશને 'સ્કિલ કેપિટલ' બનાવવામાં કેવી તૈયારીઓ કરી શકાય તે તમામ વિષયને લગતી માહિતી આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ઉદ્યોગપતિઓ તથા રાજ્ય સરકારના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.આપણા દેશમાં એપ્રેન્ટિસશીપ પ્રોગ્રામ 1961 થી અમલમાં છે જેમાં અત્યાર સુધીમાં 14 થી 15 વખત સુધારા થયા છે. એપ્રેન્ટિસશીપ એ ઉદ્યોગજગતને ઘણી બધી રીતે ઉપયોગી બની રહે છે ત્યારે સોમવારે એપ્રેન્ટિસશીપ પ્રોગ્રામિંગ રાજ્ય સરકારના રિજનલ ડાયરેક્ટર તથા તેઓની ટીમ સાથે જ વડોદરા ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ (VCCI),સ્કિલ ડેવલપમેન્ટ તથા એન્ટરપ્રેન્યોરશીપ (ઉદ્યોગ સાહસિકતા) ના સંયુક્ત ઉપક્રમે કૌશલ્ય વિકાસ અને એપ્રેન્ટિસશીપ વિષય પર કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. રાષ્ટ્રને સમૃદ્ધ બનાવવામાં તથા ઉધોગોને અએપ્રેન્ટિશશીપ થી કેટલો લાભ થાય છે તે વિષય પર ચર્ચા કરવામાં આવી હતી. ત્રણ કલાકના આ કાર્યક્રમમાં એપ્રેન્ટિસશીપ એક્ટ વિશેની માહિતી નિષ્ણાતો દ્વારા આપવામાં આવી હતી. 

એપ્રેન્ટિસશીપ ઉદ્યોગોને કેવી રીતે સપોર્ટ કરે છે તથા કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની સ્કિમોનો લાભ કેવી રીતે મળે છે તે વિષયની વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. આ લાભ વધુમાં વધુ લોકો સુધી કેવી રીતે પહોંચી શકે, ઉદ્યોગો કેવી રીતે તેમાં મદદરૂપ બને તેની પણ વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી નું સ્વપ્નું છે 'સ્કિલ કેપિટલ' ભારતને બનાવવાનું તેને સાકાર કરવાની દિશામાં આ ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થશે.આ કાર્યક્રમમાં વડોદરા રિજિયનના સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રીઝ થી માંડીને એમ.એસ.એમ. ઇ. ઇન્ડસ્ટ્રીઝ ભવિષ્ય ની તૈયારીઓ અત્યારથી જ કેવી રીતે શરુ કરી શકાય તે અંગેની માહિતી આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ઉદ્યોગપતિઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં અને સારો પ્રતિસાદ આપવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં VCCI તરફથી હિમાંશુ પટેલ, અંકુરભાઈ (પ્રેસિડેન્ટ), રાકેશભાઈ (કોન્ટેક્ટ સેટિંગ – વર્કશોપ), તેમજ RDSDEના રિજિયોનલ ડિરેક્ટર કેતનભાઈ પટેલ અને NAPS તરફથી જે. બી. મિસ્ત્રી ઉપસ્થિત રહ્યા હતા.

Reporter: admin

Related Post