વડોદરામાં ફરી એક વાર ચોંકાવનારી ઘટના સામે આવી છે. ગોરવા પોલીસ મથકે એક યુવતીએ દુષ્કર્મની ગંભીર ફરિયાદ નોંધાવી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, શહેરમાં વકીલાતના વ્યવસાય સાથે સંકળાયેલ કૃણાલ પરમાર પોતાની ઓફિસમાં કામ કરતી યુવતી સાથે બળજબરીપૂર્વક દુષ્કર્મ આચર્યું હોવાની વિગતો બહાર આવતા યુવતીએ ફરિયાદ નોંધાવી. યુવતીએ પોલીસને જણાવ્યું કે તે છેલ્લા કેટલાક સમયથી આરોપીની ઓફિસમાં કામ કરતી હતી. આ દરમિયાન આરોપીએ વિશ્વાસનો ભંગ કરી, છેતરપીંડીપૂર્વક તેનો ગેરલાભ ઉઠાવ્યો.
ઘટના સામે આવતા યુવતી હિંમતપૂર્વક પરિવાર સાથે વાત કરતા પરિવારને હિંમત આપી અને ગોરવા પોલીસ મથકે પહોંચી વિગતવાર ફરિયાદ નોંધાવી.પોલીસે તરત જ ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે. આરોપી સામે ભારતીય દંડ સંહિતાની કલમો હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે. પોલીસ દ્વારા આરોપીને ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી.
Reporter:







