ફ્લોરિડા : અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પર ફરી હુમલો થયો છે. આ બે મહિનામાં આ બીજી ઘટના છે જેમાં ટ્રમ્પ પર હુમલો થયો હોય.
યુએસ એફબીઆઈએ કહ્યું કે ટ્રમ્પ પર રવિવારે ફ્લોરિડાના વેસ્ટ પામ બીચ સ્થિત તેમના ગોલ્ફ ક્લબમાં હુમલો કરવામાં આવ્યો હતો. જો કે હુમલા બાદ ટ્રમ્પ સ્વસ્થ અને સુરક્ષિત છે અને આરોપીની ધરપકડ પણ કરી લેવામાં આવી છે. આ પહેલા પણ જુલાઈમાં પેન્સિલવેનિયામાં એક રેલી દરમિયાન ટ્રમ્પ પર હુમલો થયો હતો. ફ્લોરિડામાં ગોલ્ફ રમતી વખતે લગભગ 300 યાર્ડના અંતરથી ટ્રમ્પ પર હુમલો કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
જો કે ટ્રમ્પ બંદૂકધારીઓથી 400 થી 500 મીટર દૂર હતા. અધિકારીઓના જણાવ્યા અનુસાર હુમલાખોરે એકે-47 રાઈફલનો ઉપયોગ કર્યો હતો. જો કે, એજન્ટ દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરીને હુમલાખોર ગોળી મારે તે પહેલા જ અટકાવી દીધો હતો.
Reporter: admin