શિક્ષણ નગરી વડોદરામાં છેલ્લા 30 થી વધુ વર્ષો થી બી.આર.જી ગ્રુપ સંચાલિત ગુજરાત પબ્લિક સ્કૂલ, અટલાદરા, છાણી અને વાઘોડિયા સાથે ઊર્મિ સ્કૂલ બાળકો નો સર્વાંગી વિકાસ માટે કાર્યરત છે.

બાળકો ને શાળા જીવન થી જ શિક્ષણ, રમત ગમત , સાંસ્કૃતિક અને સામાજિક ક્ષેત્રે અગ્રેસર બનાવવા બી.આર.જી ગ્રુપ વિવિધ કાર્યક્રમો નું આયોજન વર્ષ દરમિયાન કરતુ રહે છે. આજ રોજ બી.આર.જી ગ્રુપ સંચાલિત ગુજરાત પબ્લિક સ્કૂલ, વાઘોડિયા ના વાર્ષિકોત્સવ નું આયોજન કરવામાં આવેલ હતું. પાણી બચાવો અને પાણી જ જીવન છે તે સંદેશ શાળાના બાળકો દ્વારા આપવામાં આવ્યો હતો. ભારતની સાત મોટી નદીઓ ના ઉદ્ભવ ની સાથે તેમના મહત્વ વિષે ની જાણકારી આપતી નાટિકા ની પ્રસ્તુતિ બાળકોએ આપી હતી. માનવ જીવન માં પાણી નું મહત્વ અને હાલના સમયમાં પાણી ના ઘટતા શ્રોત અને ગ્લોબલ વોર્મિંગ ની પાણી ઉપર અસર ની માહિતી બાળકો દ્વારા સુંદર નૃત્યો દ્વારા પણ આપવામાં આવી હતી.

અતુલ્ય ભારત માં નદીઓનું અમૂલ્ય યોગદાન વિષે પણ બાળકોએ સુંદર પ્રસ્તુતિ આપી હતી. આ વાર્ષિકોત્સવમાં ગુજરાત પબ્લિક સ્કૂલ, વાઘોડિયાના કેજી થી ધોરણ 12 સુધી ના 350 થી વધુ બાળકોએ મંચ ઉપર પ્રસ્તુતિ આપી હતી. આ કાર્યક્રમ માં અતિથિ વિશેષ તરીકે વડોદરા બી.આર.જી ગ્રૂપના ચેરપર્સન લતાબેન ગુપ્તા, CMD સરગમ ગુપ્તા, ઊર્મિ સ્કૂલના મેનેજીંગ ડિરેક્ટર રાધિકા નાયર, ગુજરાત પબ્લિક સ્કૂલ, છાણી અને વાઘોડિયાના ડિરેક્ટર અપેક્ષા પટેલ તેમજ ગુજરાત પબ્લિક સ્કૂલ, અટલાદરાના ડિરેક્ટર અભિલાષા અગ્રવાલ સાથે આચાર્યો અને મોટી સંખ્યામાં અભિભાવકો ની ઉપસ્થિતિ રહી હતી.

Reporter: admin







