વડોદરા: સમસ્ત વૈષ્ણવ વણિક પરિવાર વર્ષ ૨૦૧૦થી અવિરત ચાલતી સંસ્થા છે, વૈષ્ણવ સમાજ ના વિવિધ ઘટકોને એક જૂટ કરતી સંસ્થા દ્દ્વારા વૈષ્ણવ સમાજની સેવા અને સંકલ્પને વધુ મજબૂત બનાવવા માટે સમાજની નવી ઓફિસનું ઉદ્ઘાટન આજે રોજ ૩૧ ઓગસ્ટ, રાધાષ્ટમીના શુભ દિને ૪૧૦, વિન્ડસર પ્લાઝા, અલકાપુરી ખાતે કરવામાં આવ્યું હતું.

ત્યારબાદ વાણિજ્ય ભવન ખાતે સૌ સમાજના અગ્રણીઓ, સભ્યો દ્વારા માન.પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી ની મન કી બાતનું શ્રવણ કર્યું હતું.વાણિજ્ય ભવન ખાતે મધ્ય ગુજરાત ભા.જ.પા ના નવ નિયુક્ત દાહોદ જિલ્લા પ્રમુખ સ્નેહલભાઈ ધારિયા તથા પંચમહાલ જિલ્લા પ્રમુખ મયંકભાઈ દેસાઈનું વિશેષ સન્માન કરવામાં આવ્યું.સવિશેષ svvp વડોદરા પ્રમુખ ડો વિજયભાઈ શાહ દ્વારા સમાજ ના વિદ્યાર્થીઓના ઉત્થાન માટે UPSC/GPSC સહિતની વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓ તૈયારી માટે મધ્યગુજરાતના કેન્દ્ર બિંદુ તરીકે વડોદરામાં આગામી સમયમાં ઇન્દુ ફાઉન્ડેશનના સહયોગથી ૫૦ લાખ રૂપિયાના ખર્ચે તાલીમ સેન્ટર બનાવવાની જાહેરાત કરેલ હતી. જેમાં તમામ તાલીમાર્થીઓને વિના મૂલ્યે શિક્ષણ આપવામાં આવશે તથા વૈષ્ણવ સમાજના વધુને વધુ વિદ્યાર્થીઓ સમાજમાં આગવું સ્થાન પ્રાપ્ત કરે તે ધ્યેય સાથે સમસ્ત વૈષ્ણવ વણિક પરિવારનું એક આગવું આયોજન કરાયું છે.

આ પ્રસંગે ઉદ્ઘાટક ડો.વિજયભાઈ શાહ તથા મુખ્ય અતિથિ તરીકે કિરીટભાઈ શાહ svvp બૃહદ પ્રમુખ,દક્ષેશભાઈ શાહ svvp બૃહદ મહામંત્રી, ભૂપેન્દ્ર લખવાલાજી પૂર્વ મંત્રી તથા વિશિષ્ટ અતિથિ તરીકે સ્નેહલભાઈ ધારિયા દાહોદ જિલ્લા પ્રમુખ, મયંકભાઈ દેસાઈ પંચમહાલ જિલ્લા પ્રમુખ, ગોપીભાઈ દેસાઈ દાહોદ નગર પાલિકા પ્રમુખ સહિતના અમદાવાદ તથા સુરતના અગ્રણીઓ, સમાજના આગેવાનો, વિવિધ પ્રતિષ્ઠિત મહાનુભાવો તેમજ મોટી સંખ્યામાં સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.ઉદ્ઘાટન પ્રસંગે સમાજના આગેવાનો દ્વારા જણાવ્યું કે, આ નવી ઓફિસ સમાજના સંકલન, યુવાનોને માર્ગદર્શન, સાંસ્કૃતિક તથા ધાર્મિક કાર્યક્રમોની આયોજન અને સેવા પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવા માટે એક કેન્દ્રબિંદુ તરીકે કાર્ય કરશે.સમાજના સર્વાંગી વિકાસ માટે આ નવી ઓફિસ માઈલસ્ટોન સાબિત થશે એવી શ્રદ્ધા સાથે કાર્યક્રમનો સમાપન મંગળ પાથાવાથી કરવામાં આવ્યો હતો.


Reporter: admin







