સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે ડુંગરની ટોચ પર બિરાજમાન શ્રી મહાકાળી માતાજીના દર્શનાર્થ વાર તહેવાર સહિત શનિવાર રવિવારની રજામાં અને રોજે રોજ હજારો લાખોની સંખ્યામાં યાત્રિકો પધારે છે

જેમાં યાત્રિકોના રહેવા જમવા અને ચા નાસ્તાની વ્યવસ્થાનું સુચારું આયોજન કરી યાત્રિકોને શ્રેષ્ઠ સુવિધા પૂરી પાડવા માટે માં કાલિકા મંદિર ટ્રસ્ટ પાવાગઢ દ્વારા યાત્રાધામ પાવાગઢ ડુંગર પર 9 કરોડ રૂપિયાની માતબર રકમના ખર્ચે તમામ સુવિધાઓ અને વ્યવસ્થાઓથી સજ્જ અન્નપૂર્ણા ભવન એટલે કે અન્ન ક્ષેત્ર અને વિશ્રામ ગૃહનું નિર્માણ કરવામાં આવ્યું છે જેનો શુભારંભ આજે રવિવારે બપોરે 12:00 વાગ્યાના સમયગાળા દરમિયાન માતાજીની આરાધનાના પર્વ ચૈત્રી નવરાત્રીના પ્રથમ દિવસ એટલે કે ચૈત્રી એકમના શુભ પવિત્ર દિવસથી કરવામાં આવ્યો છે જેમાં પંચમહાલ જિલ્લા કલેકટર આશિષ કુમાર,જિલ્લા પોલીસ વડા હિમાંશુ સોલંકી, હાલોલ વિધાનસભાના ધારાસભ્ય અને પૂર્વ રાજ્યમંત્રી જયદ્રથસિંહ પરમાર, પરમ પૂજ્ય મહંત રામશરણદાસ મહારાજ, પરમ પૂજ્ય સંત સ્વામી મહારાજ, પરમ પૂજ્ય લાલાબાપુ તાજપુરાવાળા, કંજરી સ્ટેટ યુવરાજ મયુરધ્વજસિંહ પરમાર, માં કાલિકા મંદિર ટ્રસ્ટ પાવાગઢના મુખ્ય ટ્રસ્ટી સુરેન્દ્ર કાકા,અશોકભાઈ પંડ્યા, તેમજ ટ્રસ્ટી ડો.વિજય પટેલ,વિનોદભાઈ વરિયા, ચિંતન પુરોહિત, અને પરેશ પટેલ સહિતના અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા વિધા આપવા સહિતની વ્યવસ્થા સાથેનું સુચારું આયોજન કરાયું ભવાની માહિતી મળવા પામેલ છે.

જેમાં સૌપ્રથમ મહાકાળી માતાજીના મંદિરમાં પૂજા અર્ચના સાથે થાળ પધરાવ્યા બાદ અન્નપૂર્ણા માતાજીના ફોટાની વાજતે ગાજતે શોભાયાત્રા યોજી અન્નપૂર્ણા ભવન ખાતે અન્નપૂર્ણા માતાના ફોટાની સ્થાપના કરી પૂજા અર્ચના કરી અન્નપૂર્ણા ભવન એટલે કે અન્નક્ષેત્ર અને વિશ્રામગૃહનું ઉપસ્થિત મહાનુભવોના વરદ હસ્તે શુભારંભ કરી ભક્તોના લાભાર્થે લોકાર્પણ કરાયું હતું જેમાં 9 કરોડ રૂપિયાની માતબર રકમના ખર્ચે નિર્માણ પામેલ અન્નપૂર્ણા ભવન અને વિશ્રામગૃહમાં યાત્રિકો માટે તમામ પ્રકારની આધુનિક સુવિધાઓ ઉભી કરવામાં આવી છે જેમાં અન્નપૂર્ણા ભવન ખાતે રોજ 5,000 લોકો જમી શકે અને 600 થી 700 લોકો એક સાથે બેસીને જમી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે જ્યારે તમામ પ્રકારના શાકભાજી સમારવા અને બનાવવાથી લઈને રોટલી બનાવવા માટેના આધુનિક મશીનો વસાવામાં આવ્યા છે જેમાં પ્રત્યેક યાત્રીક દીઠ એક સમયના જમવાનો 20 રૂપિયા જેટલો નજીવો ચાર્જ રાખવામાં આવ્યો છે જ્યારે સવારના ચા નાસ્તા માટે પણ 20 રૂપિયા ચાર્જ રાખવામાં આવ્યો છે જ્યારે વિશ્રામ ગૃહમાં રાત્રી રોકાણ કરવા માંગતા પ્રત્યેક યાત્રિક માટે 50 રૂપિયા ચાર્જ નક્કી કરાયો છે જેમાં રાત્રિ રોકાણ કરવા માંગતા યાત્રિકને ગાદલુ,ઓશીકું, ચાદર અને કામળો તેમજ ન્હાવા માટે ગરમ પાણીની સુ






Reporter: admin