News Portal...

Breaking News :

હાલોલ નગર ખાતે મુસ્લિમ બિરાદરો દ્વારા ઈદની હર્ષોલ્લાસ પૂર્વક ઉજવણી કરાઈ, ઇદગાહ અને નૂરાની મસ્જિદ ખાતે ઈદની વિશેષ નમાજ અદા કરાઈ

2025-03-31 17:35:10
હાલોલ નગર ખાતે મુસ્લિમ બિરાદરો દ્વારા ઈદની હર્ષોલ્લાસ પૂર્વક ઉજવણી કરાઈ, ઇદગાહ અને નૂરાની મસ્જિદ ખાતે ઈદની વિશેષ નમાજ અદા કરાઈ


રમઝાન માસએ ઇસ્લામ ધર્મનો સૌથી પવિત્ર અને ખુદાની બંદગી માટેના વિશેષ મહિનો છે જેમાં સમસ્ત વિશ્વમાં વસતા મુસ્લિમ સમાજના લોકો રમઝાન માસમાં સમગ્ર માસ દરમિયાન દરેક પ્રકારના વાતાવરણમાં અલ્લા પ્રત્યે સમર્પણ અને ત્યાગની ભાવનામાં લીન થઈ 14 થી 15 કલાક જેટલા સમય સુધી કઠોર તપસ્યા કરી ભૂખ તરસ વેઠી રોજા રાખી પોતાના રબ એટલે કે અલ્લાહ પાકને ખુશ રાખે છે અને સવારથી રાત સુધી અલ્લાહની ઈબાદતમાં મશગુલ બની પાંચ વખતની નમાજ પડી કુરાને-પાકની તિલાવત અને અલ્લાહનો જીક્ર કરી પવિત રમઝાન માસ વિતાવે છે 


જેમાં રમઝાન માસમાં પોતાના પ્યારા બંદાએ આપેલ કુરબાની અને ઈબાદતથી ખુશ થઇ અલ્લાહ પાક પોતાના પ્યારા બંદાઓને ઈદની ખુશીનો સૌથી વિશેષ અને મોટો દિવસ ઇનામ તરીકે આપે છે જેમાં ઈદ- અલ-ફિત્ર જેને રમઝાન ઈદ અને મોટી ઈદ અથવા મીઠી ઈદ પણ કહેવામાં આવે છે જે ઈદની ખુશી સમસ્ત વિશ્વમાં વસતા તમામ મુસ્લિમ બિરાદરો ઉત્સાહ ઉમંગ અને ઉલ્લાસભર્યા વાતાવરણમાં રંગેચંગે મનાવે છે જે અંતર્ગત ગઈકાલે રવિવારે વિશ્વના અનેક દેશોમાં ઈદની ઉજવણી કરાયા બાદ આજે સોમવારે સમગ્ર ભારત દેશ સહિતના અન્ય દેશોમાં ઈદની હર્ષોલ્લાસપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે જે અંતર્ગત હાલોલ નગર અને હાલોલ તાલુકા પંથકના મુસ્લિમ બિરાદરો દ્વારા પણ ઈદની ઉજવણી ભારે ઉત્સાહ ઉમંગ અને ઉલ્લાસભર્યા વાતાવરણમાં રંગે ચંગે કરી હતી જેમાં આજે સોમવારના રોજ વહેલી સવારથી ઇદની ઉજવણીનો થનગનાટ હાલોલ નગર સહિત તાલુકા પંથકના મહિલાઓ-પુરુષો યુવાન-યુવતીઓ અને અબાલ વૃદ્ધો સહિતના લોકોમાં જોવા મળ્યો હતો જેમાં મુસ્લિમ બિરાદરોએ વહેલી પરોઢની એટલે કે ફજરની નમાજ અદા કરી પરંપરાગત રીતે પહેરવામાં આવતા મુસ્લિમ પોશાકો અને નવા નવા વસ્ત્રો ધારણ કરી અલ્લાહ પાકનો જીક્ર કરતાં એટલે કે ગુણગાન ગાતા કરતા હાલોલ નગરના પાવાગઢ રોડ પર ધ.એમ.એસ. હાઇસ્કુલ સામે આવેલ ઈબાદત ગાહ તેમજ મુહમ્મદી સ્ટ્રીટમાં આવેલ નુરાની મસ્જિદ ખાતે પહોંચ્યા હતા 


જ્યાં ઇદગાહ ખાતે તેમજ નૂરાની મસ્જિદ ખાતે ઈદની વિશેષ નમાજ અદા કરી હતી જે બાદ તમામ મુસ્લિમ બિરાદરોએ દુવાઓ કરી સમગ્ર વિશ્વના લોકો માટે સુખ ચેન શાંતિ અને સમૃદ્ધિ તેમજ તરક્કીની દુઆઓ કરી સમગ્ર વિશ્વમાં ભાઈચારો સ્થાપિત થાય અને સમગ્ર વિશ્વમાં શાંતિ સ્થાપિત થાય તેવી અલ્લાહ ને દુવાઓ કરી હતી જેમાં ઈદની વિશેષ નમાજ પઢી દુઆ કર્યા  બાદ તમામ મુસ્લિમ બિરાદરોએ એકબીજાને ગળે મળી અને હાથ મિલાવી એકબીજાને ઈદની મુબારકબાદ (શુભેચ્છાઓ) પાઠવી હતી જ્યારે પાવાગઢ રોડ પર  ખાતે મુસ્લિમ યુવાનોએ સમસ્ત મુસ્લિમ સમાજના લોકો સહિત સૌ કોઈને ઈદની ખુશીમાં શરબત પીવડાવી મોઢું મીઠું કરાવી ઈદની ઉજવણી કરી હતી જે બાદ તમામ મુસ્લિમ ઘરોમાં બનાવવામાં આવેલા રમજાન ઈદની સેવૈયા તેમજ તીખા અને મીઠા પકવાન સહિતના વ્યંજનો મુસ્લિમોએ એકબીજાના ઘરોમાં જઈને આરોગી એકબીજાના બાળકો પોતાના ભાઈ-બહેનો,માતા-પિતા સહિતના લોકોને ઈદની ખુશી મનાવી હતી જ્યારે નીચે નીચે જા મને બાપા હાલોલ નગર સહિત તાલુકા પંથકમાં ત્રણ દિવસ સુધી યોજાનાર ઇદના તહેવારને લઈને હાલોલના હઝરત બાદશાહ બાબાની દરગાહ ખાતે વર્ષોની પરંપરા પ્રમાણે આ વર્ષે પણ ત્રણ દિવસીય ઈદ મેલાનું ભવ્ય આયોજન બાદશાહી કમિટી દ્વારા કરવામાં આવ્યું છે જ્યાં હજારોની સંખ્યામાં મુસ્લિમ બીરાદરો એકત્રિત થઈ ત્રણ દિવસ સુધી ઈદ મેલામાં મહાલી ઈદની ખુશી મનાવી ઈદની રંગે ચંગે ઉજવણી કરી ઈદ મનાવશે તેવી માહિતી મળેલ છે.

Reporter: admin

Related Post