News Portal...

Breaking News :

વડતાલ સ્વા.મંદિરમાં ૧૧૦૦ કિલો જામફળનો અન્નકુટ ઉત્સવ ઉજવાયો

2025-03-03 16:06:30
વડતાલ સ્વા.મંદિરમાં ૧૧૦૦ કિલો જામફળનો અન્નકુટ ઉત્સવ ઉજવાયો


સ્વામિનારાયણ સંપ્રદાયના તીર્થધામ વડતાલ સ્વા.મંદિરમાં તા.૨ માર્ચને રવિવારના રોજ નિજમંદિરમાં બીરાજતા દેવોને ૧૧૦૦ કિલો જામફળનો અન્નકુટ ધરાવવામાં આવ્યો હતો. જેનો હજ્જારો હરિભક્તોએ દર્શનનો લાભ લઇ ધન્યતા અનુભવી હતી. 


સાથે સાથે ૯૮મી રવિસભા યોજાઇ હતી. વડતાલ મંદિરના કોઠારી ડો.સંતવલ્લભદાસજી સ્વામીએ સને ૨૦૧૮માં આરંભેલો પક્ષીઓ માટે ઉનાળાના પ્રારંભે ચકલીઓને પીવાનું પાણી મળી રહે તેમજ ગરમીથી રાહત મળે તે માટે ૫૦૦૦ પાણીના કુંડા તથા માળાનું વિતરણ કરવામાં આવ્યું હતું. ઉપરાંત ભારતના ઘડવૈયા અને લોખંડી પુરૂષ સરદાર વલ્લભભાઇ પટેલની ૧૫૦મી જન્મ જયંતિના ઉપલક્ષમાં ગુજરાતની ગૌરવગાથા વલ્લભથી વિશ્વપ્રતિમા સુધી એસ.પી.યુનિ.ના કુલપતિ ડો.નીરંજનભાઇ પટેલના નેતૃત્વ હેઠળ ૧૦૦ થી વધુ કલાકારોએ સાંસ્કૃતિ કાર્યક્રમ વિશાળ સ્ટેજ પર યોજાયો હતો. રાસગરબા સાથેની નૃત્યનાટિકા જોઇ રવિસભામાં ઉપસ્થિત સૌ ભક્તો આશ્ચર્યચકિત થઇ ગયા હતા.મંદિરના કોઠારી અને રવિસભાના વક્તા ડો.સંતવલ્લભદાસજી સ્વામીએ જણાવ્યું હતું કે વડતાલ મંદિરમાં બિરાજતા લક્ષ્મી નારાયણ દેવ હરિકૃષ્ણ મહારાજ સહિત તમામ દેવો ભક્તોના મનોરથ પૂર્ણ કરે છે. ત્યારે સ્વાભાવિક છે કે ભક્તો પણ પોતાના આરાધ્યદેવને રાજી કરવા ઋતુ પ્રમાણેના ફળોનો અન્નકુટ ધરાવે છે. તા.૨જી માર્ચના રોજ એક હરિભક્ત દ્વારા ૧૧૦૦ કિલો જામફળનો અન્નકુટ ઉત્સવ ઉજવવામાં આવ્યો હતો. જેનો હજ્જારો હરિભક્તોએ દર્શનનો લાભ લઇ ધન્યતા અનુભવી હતી. 


સાથે વડતાલ રવિસભા હોલમાં યોજાયેલ ૯૮મી રવિસભામાં ઉનાળાની બળબળતી ગરમીમાં આપણા ઘર આંગણાના લુપ્ત થતા પક્ષી ચકલીઓની રક્ષા માટે તેઓને પીવાનું પાણી મળી રહે તે માટે સંતો અને મહાનુભાવોના હસ્તે ૫૦૦૦ પાણીના કુંડા અને માળાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું.વડતાલ સંસ્થાન ધર્મ સાથે સેવા પ્રવૃત્તીને પણ વરેલુ છે. તે સેવા માનવની હોય કે પશુપક્ષીઓની તેમાં અગ્રેસર રહ્યું છે. આપણા ઘર આંગણાના પક્ષીએવી ચકલી તેની પ્રાતિ લુપ્ત થઇ રહી છે. ત્યારે વૈજ્ઞાનિકો તથા જીવદયા પ્રેમી જગતભાઇ કિનખાબવાળા (સ્પેરોમેન) તેને રક્ષવાના પ્રયાસો કરી રહ્યા છે આ પુણ્યયજ્ઞમાં વડતાલ સંસ્થાન પણ અગ્રેસર રહ્યું છે. હવે સૂર્યનારાયણ ધીરેધીરે ગરમીનો પારો વધારી રહ્યા છે. ત્યારે ધોમધખતા તાપમાં ચકલીઓને પીવાનું ઠંડુ પાણી મળી રહે તે માટે ૫૦૦૦ નંગ પાણીના કુંડા તેમજ માળાનું હરિભક્તોને વિતરણ કરવામાં આવ્યું હતું.ઉપરાંત સરદાર વલ્લભભાઇ પટેલની ૧૫૦મી જન્મ જયંતિના ઉપલક્ષમાં રવિસભા હોલમાં ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી ગાંધીનગરના આર્થિક સહયોગથી સરદાર પટેલ યુનિ. દ્વારા આયોજીત સાંસ્કૃતિક કાર્યક્રમ ગુજરાતની ગૌરવગાથા વલ્લભથી વિશ્વપ્રતિમા સુધી ૧૦૦ જેટલા કલાકારો દ્વારા રાસ ગરબા સાથેની નૃત્યનાટિકા યોજાઇ હતી. જે ઉપસ્થિત હરિભક્તોના આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. એસ.પી.યુનિ.વતી ડો.નીરંજનભાઇ પટેલે વડતાલ સંસ્થાનનો અને ડો.સંત સ્વામી, પૂ.બ્રહ્મસ્વરૂપસ્વામી, હરિઓમ સ્વામી અને શ્યામ સ્વામીનું બુકે આપી સન્માન કર્યું હતું. ડો. સંતસ્વામીએ કુલપતિનો આભાર વ્યક્ત કરી કલાકારોને આર્શીવાદ પાઠવ્યા હતા. સભાનું સંચાલન કરતા શ્યામસ્વામીએ સરદાર વલ્લભભાઇ પટેલનું જીવન ચરિત્ર પુસ્તકોના આધાર સાથે રજૂ કરી બધાને આશ્ર્યચકિત કરી દીધા હતા. આજના પાણીના કુંડાના યજમાન હતા. આણંદના અ.નિ.રમણભાઇ હરમાનભાઇ પટેલ પરિવાર, રવિસભાના આયોજક વડતાલ મંદિરના ચેરમેન દેવપ્રકાશસ્વામી હતા. સમગ્ર સંચાલન શ્યામ વલ્લભસ્વામી કર્યું હતું

Reporter: admin

Related Post