હૈદરાબાદ : ફિલ્મની સફળતા માટે સામાન્ય રીતે કલાકારો ભગવાનના દર્શન કરે અથવા તો કોઇ બાધા રાખતા હોય છે.
પરંતુ આંધ્રપ્રદેશમાં ફિલ્મના શો પૂર્વે એક વિચિત્ર ઘટના પ્રકાશમાં આવી છે. જેમાં મળતી માહિતી મુજબ આ ઘટના 12 જાન્યુઆરીના રોજ ફિલ્મ “ડાકુ મહારાજ” ના પ્રથમ શો પૂર્વે બની હતી. જેમાં સિનેમા હોલમાં પશુની બલિ ચઢાવી હતી. જોકે,આ ઘટના પ્રકાશમાં આવતા પોલીસે સિનેમા હોલમાં પશુની બલિ આપવા બદલ પાંચ લોકોની ધરપકડ કરી છે.
આ અંગે માહિતી આપતા પોલીસે અધિકારીએ જણાવ્યું કે, આ અંગે પીપલ ફોર ધ એથિકલ ટ્રીટમેન્ટ ઓફ એનિમલ્સ દ્વારા ઇ-મેઇલ દ્વારા ફરિયાદ કરવામાં આવી હતી. જેમાં ફરિયાદના આધારે પોલીસે શંકરય્ય, રમેશ, સુરેશ રેડ્ડી, પ્રસાદ અને મુકેશ બાબુની ધરપકડ કરી છે. આ બધા આરોપી પર પશુની બલિ ચઢાવવા અને ફિલ્મના એક્ટર એન. બાલકૃષ્ણના પોસ્ટર પર પશુનું લોહી લગાવવા બદલ ધરપકડ કરી છે. લોકપ્રિય ટોલીવુડ અભિનેતા અને હિન્દુપુરના ધારાસભ્ય એન. બાલકૃષ્ણ આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી એન ચંદ્રબાબુ નાયડુના સંબંધી છે.
Reporter: admin







