અમદાવાદ : ખ્યાતિ કાંડના મુખ્ય આરોપી કાર્તિક પટેલ અમેરિકન ગ્રીન કાર્ડ ધરાવતો હોવાની વિગતો પોલીસને જાણવા મળી છે.
તેની સાથે તે રેગ્યુલર દુબઈની મુલાકાત લેતો હોવાનું પણ પોલીસને જાણવા મળ્યું છે. જેના કારણે ફ્રિકવન્ટ ફ્લાયર હોવાથી તેને ગોલ્ડન કાર્ડ મળ્યું છે. જેના આધારે તે કોઈ સારી જગ્યા સરળતાથી વાપરી શકે અને તેને અલગ પ્રકારની સુવિધાઓ મળે છે પરંતુ, જ્યારે ઓસ્ટ્રેલિયામાં વિઝાનો પ્રોબ્લેમ થયો એટલે ભાગીને દુબઈ આવ્યો હતો.ખ્યાતિકાંડ બાદ 65 દિવસથી નાસતો ફરતો મુખ્ય આરોપી અને હોસ્પિટલનો ડાયરેક્ટર કાર્તિક પટેલની 17 જાન્યુઆરીની મોડીરાત્રે અમદાવાદ એરપોર્ટ પરથી ઝડપાયો છે. દુબઈથી અમદાવાદ આવવા માટે કાર્તિક પટેલે કાયદાકીય રીતે બચવા અને જામીન મેળવવા માટે પ્રયાસો કર્યા હતા.
પરંતુ તેના આ પ્રયાસો સફળ થયા નહોતા. તે પોલીસને થાપ આપવા દુબઈથી અમદાવાદની ફ્લાઇટની ટિકિટ ખરીદતો પણ ફ્લાઇટમાં બેસતો નહીં.ક્રાઇમ બ્રાન્ચે કૌભાંડના પુરાવા અને ખૂટતી કડીઓ જોડવા માટેના પ્રયાસો શરૂ કર્યા છે. આજે તેમનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવશે અને કોર્ટમાં રજૂ કરાશે. ક્રાઇમ બ્રાન્ચના સૂત્રોએ જણાવ્યું કે, ખ્યાતિની કુલ આવકના 56 ટકા પગારમાં બતાવી નુકશાનમાં લઇ ગયા અને પગાર ઉપાડીને આવકનું સેટલમેન્ટ ખર્ચમાં કરી કરોડોનું કૌભાંડ આચર્યું હતું.અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની કસ્ટડીમાં આવેલો કાર્તિક પટેલ પોપટની જેમ બોલવા લાગ્યો હતો. ક્રાઈમ બ્રાન્ચ જ્યારે તેને પૂછી રહી હતી કે, તારી સામે ત્રણ ફરિયાદ અમદાવાદમાં અને એક પ્રોહિબિશનનો ગુનો નોંધાયો છે ત્યારે તેણે સામેથી કહ્યું કે, સાહેબ મારી સામે હજી એક ઈડીનો ગુનો છે અને તે કેસનો નંબર પોપટની જેમ ક્રાઈમ બ્રાન્ચના અધિકારી સામે બોલવા લાગ્યો હતો.
Reporter: admin