News Portal...

Breaking News :

13 વર્ષ પહેલા 71 લાખનું ફુલેકુ ફેરવનારી અભિનવ ગોલ્ડ કંપનીનો ફરાર ડાયરેક્ટર ઝડપાયો.

2025-01-19 10:09:58
13 વર્ષ પહેલા 71 લાખનું ફુલેકુ ફેરવનારી અભિનવ ગોલ્ડ કંપનીનો ફરાર ડાયરેક્ટર ઝડપાયો.


શહેરમાં અભિનવ ગોલ્ડ ઇન્ટરનેશલ પ્રા.લી કંપનીની સ્કીમોમાં રોકાણ કરાવી રોકાણકારો પાસેથી 71 લાખથી વધુ રકમ પડાવી લેવાના કૌંભાડમાં ક્રાઇમ બ્રાન્ચે 13 વર્ષથી ફરાર કંપનીના એક ડાયરેક્ટરને ઝડપી લીધો હતો. 


શહેરમાં 2012ના વર્ષમાં ક્રાઇમ બ્રાન્ચમાં આ ફરીયાદ નોંધાઇ હતી જેમાં અભિનવ ગોલ્ડ ઇન્ટરનેશલ પ્રા.લી નામની કંપનીની સ્કીમોમાં રોકાણકારો પાસે નાણાં રોકાણ કરાવવામાં આવ્યા હતા અને રોકાણકારોના 71 લાખથી વધુ રુપિયા પડાવી લઇને કંપની સંચાલકો કંપની બંધ કરી ફરાર થઇ ગયા હતા. આ ગુનામાં કંપનીના ડાયરેક્ટર એમ.ડી.બીરલા, અનિલ બિરલા અને સંજય બીરલા સામે ગુનો નોંધાયો હતો. ત્રણેય આરોપીએ અભિનવ ગોલ્ડ ઇન્ચરનેશનલ માર્કેટીંગ લિમીટેડ કંપનીના નેજા હેઠળ લોકો પાસેથી લાખો રુપિયા પડાવ્યા બતા અને મેમ્બર બનાવવા અલગ અલગ સ્કીમો મુકી રાવપુરા તથા રેસકોર્સમાં ઓફિસ ખોલી હતી 


આરોપીઓએ શો રુમ પણ ખોલ્યા હતા અને દુબઇ ખાતે કોર્પોરેટ રજીસ્ટ્રેશન સર્ટીફીકેટ ધરાવતી હોવાનું જણાવી લોકોને નાણાં રોકવા પ્રેરીત કર્યા હતા અને ગોલ્ડ શો રુમો બનાવીને લોકોને આકર્ષવા સેમિનાર પણ કર્યા હતા તથા લોકો પાસેથી ડીડી અને બેંક એકાઉન્ટમાં પૈસા ભરાવી 228 રોકાણકારો પાસેથી 7122808 રુપિયા પડાવ્યા હતા અને વળતર પણ આપ્યું ન હતું. દરમિયાન ક્રાઇમ બ્રાન્ચને બાતમી મળી હતી કે આ કૌંભાડમાં સંડોવાયેલો અને ગુનો નોંધાયા બાદ ફરાર થઇ ગયેલો આરોપી સંજય શંકરલાલ બીરલા (રહે, રાજસ્થાન) હાલ અમદાવાદના નવા વાડજમાં તેના પુત્રના ઘેર છુપાયેલો છે જેથી પોલીસની ટીમ અણદાવાદ પહોંચી હતી અને નવા વાડજ વિસ્તારમાં ખાનગીરાહે તપાસ કપીને સંજયને ઝડપી પાડ્યો હતો.

Reporter: admin

Related Post