ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા દ્વારા નવા રાજકીય પક્ષ પ્રજા શક્તિ ડેમોક્રેટિક પાર્ટીની તાજેતરમાં રચના કરવામાં આવી છે.

આજરોજ પાર્ટીના વડોદરા ખાતેના કાર્યાલયનું ઉદ્ધાટન કરવા માટે તેઓ આજે વડોદરા આવી પહોંચ્યા હતા. મીડિયા સાથેની વાતમાં તેમણે કહ્યું કે, સકારાત્મક અભિગમ સાથે રાજકારણમાં જે કંઇ પરિણામો લાવવાના હોય, તે માટેનું આયોજન કાર્યાલયના માધ્યમથી કરાશે. લોકોના પ્રશ્નો, સરકારની ફરિયાદ પાર્ટીના માધ્યમથી જરૂર પડશે, ત્યાં રજુઆત કરીશું. હવે શહેરના રાજકારણમાં પણ શંકરસિંહની એન્ટ્રી થતાં નવાજૂનીના ભણકારા વાગી રહ્યા છે. રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા દ્વારા તાજેતરમાં પ્રજા શક્તિ ડેમોક્રેટિક પાર્ટીની રચના કરવામાં આવી છે. જે બાદ એક પછી એક શહેરોમાં તેના કાર્યાલયો શરૂ કરવામાં આવી રહ્યા છે. વર્ષના અંતે પાલિકાની ચૂંટણી યોજાનાર છે. તે પહેલા આજે ગાંધીનગર બાદ વડોદરામાં પાર્ટીના કાર્યાલયનું ઉદ્ધાટન કરવામાં આવ્યું છે.

આ તબક્કે તેમણે લોકોની કેવી રીતે મદદ કરવામાં આવનાર છે, તેનું ટુંકમાં વિવરણ આપ્યું હતું.શંકરસિંહ વાઘેલાએ જણાવ્યું કે, ગાંધીનગરમાં પાર્ટી કાર્યાલયના ઉદ્ધાટન બાદ વડોદરામાં ડો. રાઠોડના કાર્યાલયનું ઉદ્ધાટન કરવામાં આવ્યો છું. મારી સાથે છોટા ઉદેપુરના રાજવી અગ્રણી પણ જોડાયા છે. પોલીટીકલ વેક્યૂમ, એટલેકે રાજકીય શૂન્યવકાશ, ડર-ભયનો માહોલ, તેની સામે નીડર બનો-લીડર બનો, સરકારમાં ના ગમતું હોય તેની સામે પડો. તેની વાત કરવા માટે આવ્યા છીએ. કોઇ નેગેટીવ, કોઇ પાર્ટીના વિરૂદ્ધ બોલવું, તેના માટે નહીં. સકારાત્મક અભિગમ સાથે રાજકારણમાં જે કંઇ પરિણામો લાવવાના હોય, તે માટેનું આયોજન કાર્યાલયના માધ્યમથી કરાશે. લોકોના પ્રશ્નો, સરકારની ફરિયાદ પાર્ટીના માધ્યમથી જરૂર પડશે, ત્યાં રજુઆત કરીશું. હાલમાં સરકાર જેવું કંઇ લાગતું નથી. આ સાથે વડોદરાના એરપોર્ટનું સયાજીરાવના નામથી નામકરણ કરવા માટેની પણ રજુઆત કરવામાં આવનાર હોવાનું તેમણે સંબોધનમાં કહ્યું હતું.
Reporter: admin







