શહેરમાં ભૂગર્ભ જળ ઉંચુ લાવવા માટે જળ શક્તિ મંત્રી સી.આર.પાટીલ જ્યારે નવા કાર્યાલયનું ઉદ્ઘાટન કરવા વડોદરા આવ્યા
ત્યારે ઉત્સાહી શહેર પ્રમુખ ડો.વિજય શાહે સ્ટેજ પરથી સીઆર પાટીલને કહ્યું હતું કે તેઓ ભૂગર્ભ જળ માટે એપ્રીલ સુધીમાં કામો કરીને ટાર્ગેટ પૂરો કરી લેશે. આ રીતે ડો.વિજય શાહે આડકતરી રીતે સંકેત આપ્યો હતો કે તેઓ રિપીટ થવાના છે. જો ડો. વિજય શાહ રિપીટ ના થાય તો નવો આવનારો પ્રમુખ જુના પ્રમુખની ચેલેન્જ સ્વીકારી મંત્રીનું કહ્યું માનશે તે સવાલ છે. આ વાત એટલે ચર્ચામાં આવી કે પાલિકાની સ્થાયી સમિતી સમક્ષ આજે શહેરમાં વિવિધ જગ્યાએ ભૂગર્ભ જળ ઉંચું લાવવા માટે ચાર કામોની દરખાસ્ત રજૂ કરાઇ છે. સ્થાયી સમિતી સમક્ષ જે દરખાસ્ત રજૂ કરાઇ છે તેમાં શહેરના વિવિધ જગ્યાએ ભૂગર્ભજળ ઉંચુ લાવવા માટે ડીપ રીચાર્જ બાય રેઇન વોટરની કામગિરી માટે કોન્ટ્રાક્ટર એચપી ગોપાણીને નંટ અંદાજીત 100000000 રુપિયાથી 4.41 ટકા વધુ મુજબ 104410000 રુપિયાની રકમના બિન શર્તીય ભાવપત્રને મંજૂર કરવાની તેમજ આજ ભાવે અન્ય પાંચ કોન્ટ્રાક્ટરને મળી 6 કોન્ટ્રાક્ટરની પેનલ બનાવી કામગિરી મંજૂર આપવાની દરખાસ્ત કરાઇ છે.
ઉપરાંત આ જ રીતે ઇજારદાર અશ્વથ ઇન્ફ્રાટેક પ્રા લીને પણ 0.33 ટકા ઓછા ભાવ મુજબ 9.9670230 રુપિયાના ભાવપત્રને મંજૂર કરવાની દરખાસ્ત કરાઇ છે. ઉલ્લેખનિય છે કે જળ શક્તિ મંત્રી સી.આર.પાટીલ સમગ્ર દેશમાં વિવિધ શહેરોમાં ભૂગર્ભ જળ ઉંચું લાવવાના કામમાં લાગેલા છે અને ગુજરાત ભાજપ પ્રમુખ તરીકે જ્યારે તેઓ તાજેતરમાં નવા નમો કમલમ કાર્યાલયનું ઉદ્ઘાટન કરવા વડોદરા આવ્યા ત્યારે તેમણે શહેરમાં પોતાના મંત્રાલયની કામગિરી કરવા એટલે કે ભૂગર્ભજળ ઉંચુ લાવવા માટે કામ કરવા કહ્યું હતું અને ઉત્સાહી પ્રમુખ ડો.વિજય શાહે સીઆરપાટીલની ચેલેન્જ સ્વીકારી પણ લીધી હતી. ડો.વિજય શાહે શહેરમાં એપ્રિલ સુધીમાં ભૂગર્ભ જળ ઉંચું લાવવાની કામગિરી કરી દેવાશે તેમ જણાવ્યુંહતું. સ્ટેજ પરથી ડો.વિજય શાહે જ્યારે આ જાહેરાત કરી ત્યારે આડકતરી રીતે તેમણે સંકેત આપ્યો હતો કે તેઓ રિપીટ થવાના છે. તેમની આ જાહેરાતને મેયર, સાંસદ, ધારાસભ્યોએ પણ પોતાના તરફથી યોગદાનની તૈયારી બતાવી હતી.પણ આ કામો પુરા કરવા હોય તો હજું તો આ માત્ર 4 કામ છે અને 1296 બાકી છે અને તે વિજય શાહની ચેલેન્જ મુજબ એપ્રિલ સુધીમાં પૂરા કરવાના છે જેથી જો દર મહિને 400 કરે તો ટાર્ગેટ પૂરો થઇ શકે તેમ છે. અધુરામાં પુરુ જો ડો. વિજય શાહ રિપીટ ના થાય તો નવો આવનારો પ્રમુખ જુના પ્રમુખની ચેલેન્જ સ્વીકારી મંત્રીનું કહ્યું માનશે તે સવાલ છે.
Reporter: admin