આશ્ચર્યની વાત એ છે કે યજ્ઞેશ શાસ્ત્રી વિવાદિત શાસ્ત્રી પેટ્રોલ પંપમાં નથી ભાગીદાર કે નથી રોકાણકાર. છતાં પણ ફરિયાદી બની ભાજપના હોદ્દેદારો ઉપર આક્ષેપો કરી ગૃહ મંત્રીને અરજી કરે છે.

તા.24- 2-2024 સુધી જેઓ શાસ્ત્રીજી પેટ્રોલિયમ બીપીસીએલનાં પેટ્રોલ પંપનાં એક માત્ર પ્રોપરાયટર હતા, તે હર્ષદભાઈ રોહિતે, યજ્ઞેશ શાસ્ત્રી અને તેનાં સાળા રોનક પંડ્યાની સામે દોઢ કરોડની ખંડણી , બનાવટી દસ્તાવેજ બનાવી બેંકમાં રજુ કરવા સંદર્ભે તથા વિવિધ વિભાગનાં અધિકારીઓને આપવાનાં છે તેમ કહી તબક્કાવાર ૭૪ લાખની વિશ્વાસઘાત અને છેતરપિંડીની ફરિયાદ પોલીસ કમિશનર કચેરીમાં તથા અટલાદરા પોલીસ સ્ટેશનમાં અગાઉથી જ આપી હતી. તેની પણ સમાંતર તપાસ ચાલુ થઈ ચુકી છે. રોનક પંડ્યા એ યજ્ઞેશ શાસ્ત્રીની મદદગારીથી hdfc બેંકમાં એક પત્ર આપ્યો હતો. જેમાં બંને ભાગીદારોની સહી ચાલતી (ANY ONE) હોવા છતાં હર્ષદભાઈ કનુભાઈ રોહિત ની જાણકારી વગર તેઓને ટ્રાવેલિંગ વધુ કરવું પડે છે તેવું જણાવી હવે પછી માત્ર રોનક પંડ્યા જ ચેકમાં સહી કરી શકશે તેવી જાહેરાત કરી હતી હર્ષદભાઈએ બેંકમાં આરટીઆઇ કરી કેટલીક માહિતી મેળવી હતી. શાસ્ત્રીજી પેટ્રોલિયમના નકલી લેટેરપેડ બનાવી આ પત્ર રોનક પંડ્યા ધ્વારા બેંકને અપાયો હતો.આમ હર્ષદભાઈ કનુભાઈ રોહિતના ચેક ઉપર સાઈન કરવાના પાવરને બારોબાર પોતાના પક્ષે કરી લીધા હતા. તેમનો ઈરાદો હર્ષદભાઈનો ચેક ઉપર સહી કરવાનો હક્ક ડુબાડવાનો હતો. પંપનું એલોટમેન્ટ થયું ત્યારે માત્ર હર્ષદભાઈ રોહિતને એસ.સી ક્વોટામાં બી. પી. સી. એલ.એ પેટ્રોલ પંપની ડીલરશીપ આપી હતી. પાછળથી સાળા- બનાવીએ વાક્ચાતુરતાથી હર્ષદભાઈના 75% અને 25% રોનકની ભાગીદારી પેઢી બનાવડાવી હતી. પાછળથી 74 લાખની હિસાબ બાબતની તકરારો ઊભી થતા પંપ ચાલુ થયાનાં ત્રણ દિવસ બાદ મનમોટાવ થયો હતો. સમાધાનના ભાગરૂપે ને પક્ષકારોએ સાક્ષી રૂબરૂ એકબીજાની સહસંમતિથી નોટરી રૂબરૂ સહી સિક્કા કરાવડાવી ભાગીદારી છુટ્ટી કરી હતી જેમાં સ્પષ્ટ સમજૂતી થઈ હતી કે કંપનીમાં આવી કંપનીના નિયમ મુજબ ભાગીદારીમાંથી છૂટા થયાનું કંપની સમક્ષ જાહેરાત કરવાની હતી. પરંતુ સામે પક્ષેથી કોઈ પણ ફોન કરે તો ફોન ઉપાડતા બંધ થઈ ગયા હતા.
આ કામ પેટે તેમણે દોઢ કરોડ યજ્ઞેશને તથા પાંચ ટકાની રોનકની ભાગીદારી રાખવાની માંગણી કરાઇ હતી.પંપ પડાવવાનો કોઈ પ્રશ્ન જ નથી કારણ કે જમીન યોગેશભાઈ જશભાઈ પટેલની છે, જગ્યા બી પી સી એલ એ લીઝ ડીડ કરેલ છે.સદર પેટ્રોલ પંપ જમીન માલિક યોગેશભાઇ પટેલ અટલાદરા તથા bpcl વચ્ચે લાંબા સમયનો લીઝ ડીડ થયો છે. જેના ઉપર સૌપ્રથમ એસસી ક્વોટા હેઠળ બી પી સી એલ કંપનીએ માત્ર હર્ષદભાઈ કનુભાઈ રોહિતને 100% નાં હક્કો સાથે પ્રોપરાઇટર તરીકે પંપ ચલાવવાની અનુમતિ આપી હતી. સામે પક્ષે વિવાદ એવો ઊભો કરાયો છે કે મારો પંપ પડાવી લીધો. પડાવવાનો કોઈ પ્રશ્ન જ નથી કારણ કે જમીન યોગેશભાઈ જશભાઈ પટેલની છે અને પંપની જગ્યા બી પી સી એલ એ લીઝ ડીડ કરેલ છે. આ પેટ્રોલ પંપ, કંપની પંપની કેટેગરીમાં આવે. પંપનો કબજો બી પી સી એલ કંપની પાસે તથા પેટ્રોલ પંપ વાળી જમીનના માલિક યોગેશભાઈ જશભાઈ પટેલ પાસે ગણાય. રોનક પંડ્યા હોય કે હર્ષદભાઈ રોહિત, બંનેમાંથી કોઈની જમીન ઉપર માલિકી નથી અને પંપની પણ માલિકી નથી. જેથી પંપને રોનક પાસેથી હર્ષદભાઈએ પડાવ્યા છે તેવું કહી શકાય નહીં કારણ કે હર્ષદભાઈ રોહિતના નામે જ પંપ ઓપરેટ કરવાની સૌ પ્રથમ ફાળવણી થઈ છે. રોનક પંડ્યા તો પાછળથી 25% કોઈપણ જાતના માતબર રોકાણ વગર પોતાના વાક્ચાતુર્યથી યેનકેન હર્ષદભાઈનાં સહભાગીદાર બની ગયો હતા. હાલમાં પણ પંપમાં માતબર રકમનું રોકાણ શરૂઆતથી જ હર્ષદભાઈ રોહિતનું જ છે. સમાધાનના ભાગરૂપે ભાગીદારી છૂટી થઈ હોય સ્ટેમ્પ ઉપર લખાણ થયા હોય એકબીજાને સંમતિ થઈ હોય. ચોક્કસ શરતોને આધારે છૂટા પડ્યા હોય તેને તકરારી કરાર બતાવી પોતાની મેલી મુરાદ પૂરી કરવા માટે આક્ષેપો કરતી યજ્ઞેશ શાસ્ત્રીએ ઘણા બધા રાજકારણીઓ તથા વોર્ડ 11 ના કાર્યકરોની સામે પોલીસમાં અરજી કરી હતી. પ્રેસ કોન્ફરન્સ કરી પુરાવા વગર ભાજપના કાર્યકરો તથા હોદ્દેદારોની સામે એલ ફેલ આક્ષેપો કર્યા હતા. ફરિયાદ કોમર્શિયલ ડીસ્પ્યુટ ગણી શકાય.આક્ષેપો રાજકીય ટાઈપના હતા. પ્રેસ કોન્ફરન્સમાં તથા ફરિયાદ માં ચોક્કસ ગ્રુપના નેતાઓના જ નામ અરજીમાં ખોલ્યા હતા. બે ભાગીદારીઓની વચ્ચે કોઈ કોમર્શિયલ ડિસ્પ્યુટ હોય તો તેને ક્રિમિનલ સ્વરૂપ આપવાનો પ્રયત્ન થયો છે. પોલીસની મશીનરીનો પણ ઉપયોગ થઈ રહ્યો છે.બંને પક્ષોની અરજી વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન ના રોડ શાખા ની પેપર બ્લોક ચોરી થયા સંદર્ભની ફરિયાદ નો તપાસ રિપોર્ટ બન્યા બાદ જ ખબર પડશે કે પોતાના ઉપર કોઈ ફરિયાદ દાખલ ન થાય તે હેતુથી આગોતરી અરજી કરીને રાજકારણીઓ તથા વડોદરા ના સિનિયર નેતાઓને ચકરાવે ચડાવ્યા હતા. સમગ્ર કેસોનાં દસ્તાવેજોને ચકાસ્યા બાદ જ તથ્ય બહાર આવે તેમ છે.
Reporter: admin







