News Portal...

Breaking News :

ડિજિટલ એરેસ્ટના નામેઠગાઈના આંતરરાષ્ટ્રીય રેકેટનો પર્દાફાશ વડોદરાનું નેટવર્ક ખૂલ્યા બાદ બે આ

2024-10-14 20:40:15
ડિજિટલ એરેસ્ટના નામેઠગાઈના આંતરરાષ્ટ્રીય રેકેટનો પર્દાફાશ   વડોદરાનું નેટવર્ક ખૂલ્યા બાદ બે આ



અમદાવાદ :  સાયબર ક્રાઇમે ડિજિટલ એરેસ્ટના નામે ચાલતી ઠગાઈના આંતરરાષ્ટ્રીય રેકેટનો પર્દાફાશ કર્યો છે. સાયબર ક્રાઇમે અગાઉ 13 ભારતીય આરોપીની ધરપકડ કરી હતી, ત્યારે હવે આ ઠગાઇના મુખ્ય સૂત્રધાર એવા ચાર તાઇવાનના નાગરિકની ધરપકડ કરી છે. આરોપીઓએ બિઝનેસ ભારતમાં ચલાવવા 4 વર્ષ રિસર્ચ કર્યું હતું. એ બાદ ડિજિટલ એરેસ્ટ, શેર માર્કેટમાં રોકાણ, ગેમિંગ ઝોનના નામે આરોપીઓએ કરોડો રૂપિયાની છેતરપિંડી કરી છે. આરોપીઓ રોજ 1.50 કરોડથી 2 કરોડ રૂપિયા -"-ોપીઓએ ફરીથી બેક બટન દબાવો ડાર્ક રૂમથી લાડાન છારતા હતા. આરોપીઓ વિરુદ્ધ દેશભરમાં 450થી વધુ ગુના નોંધાયેલા છે.



સાયબર ક્રાઇમે તાઈવાનના મુચી સંગ ઉર્ફે માર્ક, ચાંગ હાવ યુન ઉર્ફે માર્કો, વાંગ ચુન વેઇ ઉર્ફે સુમોકા અને શેન વેઇ હાવ ઉર્ફે ક્રિશની ધરપકડ કરી છે. ચારેય તાઇવાન આરોપીઓ ડિજિટલ અરેસ્ટના માસ્ટર માઈન્ડ છે.



સાયબર ક્રાઇમની ટીમે આ ઠગાઈ કેસમાં ઉપયોગમાં લેવાયેલા બેંક એકાઉન્ટના હોલ્ડર પહેલો ભાવેશ સુથારની ધરપકડ કરીને પૂછપરછ કરતાં વડોદરાનું નેટવર્ક ખૂલ્યું છે. એ બાદ 2 આરોપીની ધરપકડ કરી પૂછતાં તેઓ બેંક એકાઉન્ટ અન્ય લોકોના ભાડે લઈને તેમને કમિશન આપતા હતા. પ્રવીણ પંચાલની ધરપકડ કરતાં નવી દિલ્હીના સેફ હૈદર ઉર્ફે સેમ સિદ્દીકીનું નામ ખૂલ્યું હતું. સાયબર ક્રાઇમની ટીમે દિલ્હીમાં રેડ કરી તપાસ કરતાં તાઇવાન નાગરિકો દ્વારા ઠગાઈનું આંતરરાષ્ટ્રીય નેટવર્ક ચલાવવામાં આવતું હોવાનું પર્દાફાશ થયો હતો. એ બાદ સાયબર ક્રાઇમે વડોદરા, દિલ્હી, મુંબઈ અને બેંગલોરમાંથી ચાર ડાર્કરૂમ ઝડપ્યા છે. જે સિસ્ટમ ડેવલપ કરનાર મુખ્ય આરોપી તાઇવાનનો મુચી સંગ ઉર્ફે માર્ક હોવાનું ખૂલ્યું છે, જેની દિલ્હીની તાજ હોટલમાંથી ધરપકડ કરી છે.

Reporter: admin

Related Post