માતર:
ખેડા જિલ્લાના માતરમાં પાડોશીએ 8 થી 11 વર્ષની 3 બાળકીઓને પોતાની હવસનો શિકાર બનાવી હતી. જ્યારે અન્ય એક બાળકી સાથે શારિરીક અડપલાં કર્યા હોવાના સમાચાર ખળભળાટ મચી ગયો છે. હાલમાં મળતી માહિતી અનુસાર હેવાન પાડોશીએ બાળકીઓ સાથે દુષ્કર્મ આચર્યા બાદ વિડીયો પણ ઉતાર્યો હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે. આ ઘટનાની જાણ થતાં જ ખેડા જિલ્લા પોલીસ અને એલસીબી સહિતની ટીમ દોડતી થઇ ગઇ છે. પોલીસની ટીમે આરોપી ચંદ્રકાન્ત પટેલની ધરપકડ કરી પૂછપરછ શરૂ કરી દીધી છે.
ખેડા એસપી રાજેશ ગઢીયાનું કહેવું છે કે 'ફરીયાદ બાદ આરોપીને ઝડપી લેવાયો છે. અને તેની પૂછપરછ કરાઈ રહી છે. આરોપીએ જુદી જુદી લાલચ આપીને ચાર બાળકીઓને શિકાર બનાવી છે. પોલીસ ફોરેન્સિક અને સાયન્ટિફિક રીતે સમગ્ર મામલે તપાસ કરાવશે.
ફરિયાદ મુજબ આરોપી ચંદ્રકાન્ત પટેલે 3 બાળકી પર દુષ્કર્મ આચર્યું છે. જ્યારે એક બાળકીની શારિરીક છેડતી કરી હોવાનો આરોપ છે. નરાધમે બાળકી પર આચરેલા દુષ્કર્મનો વીડિયો ઉતાર્યો હોવાની પણ માહિતી મળી છે.
Reporter: admin