આજે આપણે કેરીનો મુરબ્બો ઘરે બનાવાની રીત જાણીશું.
મુરબ્બો બનાવવા માટે એક કિલો કેરી, દોઢ કિલો ખાંડ, તજ, લવિંગ, કેસર અને ઈલાયચીની જરૂર પડે છે.
હવે મુરબ્બો બનાવવા માટે કેરીને ધોઈ, છોલીને છીણ કરી લેવું. છીણમા ખાંડ ઉમેરી દેવી. બીજા દિવસે તડકે મૂકી પાંચ થી સાત દીવસ રાખવો. ત્યારબાદ તેમાં ચાસણી બનશે એટલે મુરબ્બો તૈયાર થઇ જશે. હવે તેમાં તજ, લવિંગ, ઈલાયચીનો ભૂકો અને કેસર ઉમેરી દેવું.
આ મુરબ્બો ખાવામાં ખુબ સારો લાગે છે.મુરબ્બો ખાવાથી આંખોની બીમારીઓ દૂર થાય છે અને આંખોના નંબર પણ દૂર થાય છે. નાના બાળકોને ખાસ ખવડાવવો જોઈએ જેથી તેમની આંખો તેજ બને છે.
Reporter: admin