ભરણપોષણ નહીં આપવાના ગુનામાં સેન્ટ્રલ જેલમાં કેદી તરીકે રહેલા આરોપીને જેલર દ્વારા માર મારવામાં આવ્યાની ઘટના સામે આવી છે આ ઘટના બાદ આરોપીના પરિજનો દ્વારા શહેર પોલીસ કમિશનરને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે
પરિજનો આક્ષેપ છે કે જેલર દ્વારા આરોપીને માર માર્યા બાદ તેની સારવાર પણ કરવામાં આવી ન હતી ત્યારે આજે વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની તેઓએ રજૂઆત કરી છે.શહેરમાં રહેતા નિતેશસિંગ કુસવા સામે એમની પત્નીએ ભરણપોષણ અંગે કોર્ટમાં કેસ દાખલ કર્યો હતો જે સંબંધ ભરણપોષણ નહીં આપવાના ગુનામાં દોષિત સાબિત થયેલ નિતેશ સિંહ ને સેન્ટ્રલ જેલમાં સજાના ભાગરૂપે મોકલી દેવામાં આવ્યો હતો સેન્ટ્રલ જેલમાં ગયા બાદ કોઈ કારણોસર જેલના જેલર દ્વારા આરોપી નિત્યસિંગ ને ખૂબ માર મારવામાં આવ્યો હતો
આ મારને કારણે તેને ઈજા પણ પહોંચી હોવાની વિગતો સામે આવી છે. સમગ્ર ઘટનાને પગલે આરોપીના પરિજનો દ્વારા માર મારનાર જેલર વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા અંગે પોતાના એડવોકેટ નિમિષા બેનને સાથે રાખીને પોલીસ કમિશનરને લેખિતમાં.રજુઆત કરવામાં આવી હતી. આરોપીના પરિજનોએ પોલીસ કમિશનરને રજૂઆત કરતા જણાવ્યું હતું કે જે રીતે સેન્ટ્રલ જેલના ઝાલર દ્વારા અમારા સંબંધીને માર મારવામાં આવ્યો છે તે ઘટનાની તટસ્થ તપાસ કરવામાં આવે અને તેઓ સામે કડક કાર્યવાહી પણ કરવામાં આવે.
Reporter: admin