News Portal...

Breaking News :

જ્યા પાર્વતી વ્રતના પાંચમા દિવસે શિવાલયોમાં પૂજા માટે કુવારીકાઓની ભીડ

2024-07-23 11:14:11
જ્યા પાર્વતી વ્રતના પાંચમા દિવસે શિવાલયોમાં પૂજા માટે કુવારીકાઓની ભીડ


મનનાં માણીગરને પામવા માટે જ્યા પાર્વતીનું વ્રત કરનારી કુવારીકાઓ માટે આજે વ્રતનો પાંચમો અને છેલ્લો દિવસ છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ કુંવારી દીકરીઓ દ્વારા શ્રદ્ધા અને ભકિતભાવ ભાવ સાથે આ વ્રતની ઉજવણી કરવામાં આવી છે. 


વીતી ગયેલ ચાર દિવસ દરમિયાન મીઠા વગરનું મોળું ખાવાનું ખાઈને કુવારીકાઓએ હવે આજે પાંચમા દિવસે મહાદેવની પૂજા કરીને આવતી કાલથી આ વ્રતનું સમાપન કરશે. શહેરના અનેક વિસ્તારોમાં આવેલ મહાદેવ મંદિર ખાતે કુંવારી દીકરીઓએ પૂજા કરી હતી.પાંચ દિવસ સુધી અલૂણા વ્રત કરી કુંવારીકાઓ શિવ-પાર્વતીની પૂજા કરે છે અને પાંચમા દિવસે જાગરણ કરી બીજા દિવસે શિવાલયોમાં મહાદેવની પૂજા બાદ વ્રત ઉપવાસ ખોલે છે. ત્યારે આજે પાંચમા દિવસે વહેલી સવારથી કુંવારીકાઓ ગૌરી વ્રત જ્યારે લગ્ન થઇ ગયા છે તેવી પરિણીતાઓ જયા પાર્વતી વ્રતની ઉજવણી કરી છે. 


શહેરના માંજલપુર સ્થિત કુબેરેશ્વર મહાદેવ મંદિર સહિત શહેરના શિવાલયોમાં પૂજન દર્શન કરવામાં આવ્યું હતું. આજે શહેરના બગીચાઓ, સોસાયટીમાં જાગરણ કરવામાં આવશે ક્યાંક અંતાક્ષરી રમીને તો ક્યાંક વિવિધ રમતો થકી આજે જાગરણ કરવામાં આવશે તથા આવતીકાલે સવારે શિવાલયોમાં પૂજન બાદ પાંચ દિવસના અલૂણા વ્રતને પૂર્ણ થયા બાદ ઉપવાસ ખોલશે. શહેરમાં અનેક સેવાભાવી લોકો દ્વારા આવતીકાલે વ્રત પૂર્ણ કરતી બહેનો માટે વિવિધ વાનગીઓ પણ આપવામાં આવશે.

Reporter: admin

Related Post