વડોદરા : શહેરની હેરિટેજ અને જર્જરીત ઐતિહાસિક બિલ્ડીંગો અંગે મહત્વની બેઠક યોજાઈ,પાલિકા કોન્ફરન્સ હોલમાં મેયરના અધ્યક્ષ સ્થાને મળેલી બેઠકમાં મ્યુ. કમિ., પો. કમિ. સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

વડોદરા શહેરમાં આવેલી વિવિધ હેરિટેજ ઇમારતો પૈકીની શહેર મધ્યમાં આવેલી અતિ પૌરાણિક જર્જરીત માંડવી બિલ્ડિંગ સહિત અન્ય હેરિટેજ બિલ્ડીંગો બાબતે રીપેરીંગ અંગે વડોદરા મહાનગર પાલિકાની ખંડેરાવ માર્કેટ ખાતે આવેલી વડી કચેરીએ કોન્ફરન્સ હોલમાં મહત્વની બેઠક પાલિકા મેયરના અધ્યક્ષ સ્થાને મળી હતી. જેમાં મ્યુનિસિપલ કમિશનર, શહેર પોલીસ કમિશનર સહિત દંડક અને પાલિકાના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે શહેરની મધ્યમાં આવેલી અતિ પૌરાણિક અને હેરિટેજ જર્જરીત બિલ્ડીંગ માંડવી ખાતે હાલમાં રીપેરીંગ કામ ચાલી રહ્યું છે. માંડવી દરવાજાના પીલરોનું પ્લાસ્ટર ઠેક ઠેકાણેથી ઉખડી રહ્યું છે.

પરિણામે શહેરીજનો સહિત પાલીકાના અધિકારીઓ, પદાધિકારીઓ તથા બુદ્ધિ જીવી વર્ગમાં ચિંતાનું મોજુ ફરી વળ્યું છે. આ ઉપરાંત શહેરમાં આવેલા વિવિધ હેરિટેજ બિલ્ડીંગો બાબત તે પણ ચિંતા વ્યક્ત કરવામાં આવી છે દરમિયાન હેરિટેજ બિલ્ડીંગોના મુદ્દે આજે વડોદરા મહાનગર પાલિકાની ખંડેરાવ માર્કેટ સ્થિત આવેલી વળી કચેરીએ કોન્ફરન્સ હોલમાં મહત્વની બેઠક મળી હતી. પાલિકાના મેયર પિન્કીબેન સોનીના અધ્યક્ષ સ્થાને મળેલી બેઠકમાં મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ તથા શહેર પોલીસ કમિશનર, તોમર સહિત રાવપુરાના ધારાસભ્ય અને દંડક બાળુ શુક્લ તથા સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન શીતલ મિસ્ત્રી તથા રાજવી પરિવારના હેરિટેજ બિલ્ડીંગ નિષ્ણાત સહિત અન્ય પાલિકા પદાધિકારીઓ અને અધિકારીઓ સહિત અન્ય ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં હેરિટેજ જર્જરીત માંડવી સહિત શહેરમાં આવેલી અન્ય હેરિટેજ ઇમારતો બાબતે સઘન ચર્ચા વિચારણા કરવા સહિત મેયર પિન્કીબેન માહિતી આપી હતી. આ બેઠકમાં શહેરમાં આવેલી અન્ય હેરિટેજ બિલ્ડીંગો બાબતે પણ ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.



Reporter: admin







