રી સર્વે કરવાની સહમતી આપી હતી અને કેટેગરી વાઈસ મકાનોને વિભાજિત કરી સૌથી વધારે ભયજનક મકાનોને ઉતારવા સહિતની કામગીરી કરવા માટેના નિર્ણયો લેવામાં આવ્યા.
વડોદરા મહાનગરપાલિકા ની વડી કચેરીના કોન્ફરન્સ હોલમાં સંકલન સમિતિને મહત્વપૂર્ણ બેઠક મળી હતી.બેઠક ગુજરાત હાઉસિંગ બોર્ડના જર્જરીત મકાનો સંદર્ભે મળી હતી. મેયર પિન્કી સોનીના અધ્યક્ષ સ્થાને મળેલી બેઠકમાં ડેપ્યુટી કમિશનર અર્પિત સાગર, સાંસદ ડોક્ટર હેમાંગ જોશી, રાવપુરા વિધાનસભા બેઠકના ધારાસભ્ય અને ગુજરાત સરકારના મુખ્ય દંડક બાળકૃષ્ણ શુક્લ, પાલિકાની સ્થાયી સમિતિના અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રી, ધારાસભ્ય કેયુર રોકડિયા ચૈતન્ય દેસાઈ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. રાજકોટ ખાતે આગ દુર્ઘટના બાદ બીજી કોઈ દુર્ઘટના ગુજરાતમાં ન બને તે માટે તંત્ર કડક રાહે કાર્યવાહી કરી રહ્યું છે. તેવામાં ગુજરાત હાઉસિંગ બોર્ડના જર્જરિત મકાનોને નોટિસ પાઠવવામાં આવી છે જોકે એક સાથે હજારોની સંખ્યામાં મકાનોની નોટિસ પાઠવવામાં આવતા આ મામલે લાભાર્થીઓમાં રોષની લાગણી જોવા મળી રહી છે
જે બાબતે આજે કોઈ ઉકેલ લાવવા આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગુજરાત હાઉસિંગ બોર્ડના વડોદરા વિભાગના જવાબદાર અધિકારીઓ હાજર રહ્યા હતા. બેઠકના અંતે રી સર્વે કરવાની સહમતી આપી હતી અને કેટેગરી વાઈસ મકાનોને વિભાજિત કરી સૌથી વધારે ભયજનક મકાનોને ઉતારવા સહિતની કામગીરી કરવા માટેના નિર્ણયો લેવામાં આવ્યા હતા. આ બેઠક પૂર્ણ થયા બાદ બેઠકમાં હાજર સાંસદ ડોક્ટર હેમાંગ જોશી, મેયર પિન્કી સોની, દંડક બાળકૃષ્ણ શુક્લ, ધારાસભ્ય કેયુર રોકડિયા અને ચૈતન્ય દેસાઈએ માહિતી આપી હતી તો બેઠકમાં થયેલી ચર્ચા અને તેના અનુકરણ અંગે ગુજરાત હાઉસિંગ બોર્ડના કાર્યપાલક એન્જિનિયર અમિત મેનકર પણ આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા
Reporter: News Plus