News Portal...

Breaking News :

નેશનલ હાઈવે 44 પર સેલ્ફી પોઈન્ટ નજીક એક આઈડી મળ્યું

2024-07-09 18:12:19
નેશનલ હાઈવે 44 પર સેલ્ફી પોઈન્ટ નજીક એક આઈડી મળ્યું


શ્રીનગરઃ જમ્મુ કાશ્મીરના કઠુઆમાં સોમવારે આર્મીના વાહન પર આતંકવાદીઓએ હુમલો કર્યા પછી નેશનલ હાઈ-વે પર સેલ્ફી પોઈન્ટ નજીક એક આઈડી મળ્યું છે. આઈડી મળ્યા પછી વિસ્તારમાં લોકોમાં ગભરાટ ફેલાઈ ગયો છે, જ્યારે સમગ્ર વિસ્તારમાં સુરક્ષા દળોની સંખ્યામાં વધારો કરવામાં આવ્યો છે.


સુરક્ષાદળોએ નેશનલ હાઈવે 44 પર સેલ્ફી પોઈન્ટ નજીક એક આઈડી મળ્યું છે. આઈડી મળ્યા પછી સુરક્ષાદળો દ્વારા નિષ્ક્રિય કરવામાં આવ્યું હતું. કઠુઆ સિવાય જમ્મુ કાશ્મીર નેશનલ હાઈ-વે પર બનાવવામાં આવેલા ટોલ પ્લાઝા નજીક સુરક્ષાદળો દ્વારા બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ દ્વારા બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડને પણ બોલાવવામાં આવી હતી.કઠુઆમાં આતંકવાદીઓએ આર્મીના વાહન ગ્રેનેડ એટેક કર્યો હતો, જેમાં પોલીસ અને આર્મી દ્વારા સમગ્ર વિસ્તારને ઘેરી લેવામાં આવ્યો હતો તથા સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. એ વખતે આતંકવાદીઓ અને આર્મીના જવાનોની વચ્ચે ઘર્ષણ થયું હતું, જેમાં આર્મીના જવાનોએ ફાયરિંગ કર્યું હતું. 


આ હુમલા પછી કાશ્મીર ખીણમાં આર્મીના જવાનો અને આતંકવાદીઓની વચ્ચે ઘર્ષણ ચાલુ હતું. આ હુમલામાં પાંચ જવાન શહીદ થયા હતા, જ્યારે પાંચ જવાનને ઈજા પહોંચી હતી.આ બનાવ મુદ્દે આજે રક્ષા સચિવ ગિરિધર અરમાનેએ કહ્યું હતું કે જમ્મુ કાશ્મીરના કઠુઆ જિલ્લાના હુમલાનો બદલો લેવામાં આવશે અને એના માટે ભારત પૂરી તાકાત લગાડશે. સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે શહીદ જવાનોના પરિવાર અંગે દુખ વ્યક્ત કર્યું હતું તેમ જ કાશ્મીરમાં શાંતિ માટે લશ્કર પ્રતિબદ્ધ હોવાનું જણાવ્યું હતું.

Reporter: News Plus

Related Post