કિવ: ભારતના વડાપ્રધાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલ રશિયાના પ્રવાસે છે, તેમણે રશિયન રાષ્ટ્રપતિ પુતિન સાથે મુલાકત કરી છે. વડા પ્રધાને ભારત-રશિયા મિત્રતાના વખાણ પણ કર્યા છે. ત્યારે રશિયના આક્રમણનો સામનો કરી રહેલા યુક્રેને નારાજ વ્યક્ત કરી છે. યુક્રેને વડા પ્રધાન મોદીની આ મુલાકાતને નિરાશાજનક અને ચિંતાજનક ગણાવી હતી.
યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સકીએ નિવેદન જાહેર કરી વડાપ્રધાન મોદીની મોસ્કો મુલાકાતની ટીકા કરી છે અને તેને શાંતિ પ્રયાસો માટે મોટો ફટકો ગણાવ્યો છે. તેમણે કહ્યું કે જ્યારે વડા પ્રધાન મોદી પુતિન સાથે મુલાકાત કરી રહ્યા હતા ત્યારે રશિયન મિસાઈલો યુક્રેન પર હુમલો કરી રહી હતી. રશિયા કિવમાં બાળકોની હોસ્પિટલને નિશાન બનાવી રહ્યું હતું.તેમણે કહ્યું કે મોદી સોમવારે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને તેમના નિવાસસ્થાને મળ્યા હતા.
ત્યારે બીજી તરફ સોમવારે સવારે રશિયાએ મિસાઇલો વડે યુક્રેનના શહેરો પર હુમલો કર્યો હતો. જેમાં 37 લોકો માર્યા ગયા અને 170 લોકો ઘાયલ થયા. યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સકીએ વડા પ્રધાન મોદી પર નિશાન સાધ્યું અને તેમની ટીકા કરી. ઝેલેન્સકીએ પુતિનને ખૂની પણ કહ્યા હતા.ઝેલેન્સકીએ સોશિયલ મીડિયા X પરની એક પોસ્ટમાં જણાવ્યું હતું કે વિશ્વની સૌથી મોટી લોકશાહીના નેતાને મોસ્કોમાં વિશ્વના સૌથી લોહિયાળ ગુનેગારને ગળે લગાડતા જોવા નિરાશાજનક છે. આ શાંતિના પ્રયાસો માટે પણ ફટકો છે.
Reporter: News Plus