News Portal...

Breaking News :

સાંસદ ડૉ. હેમાંગ જોષીના સહયોગથી જાણતા રાજા મહાનાટ્યનો પ્રયોગ યોજાશે

2025-03-31 17:17:48
સાંસદ ડૉ. હેમાંગ જોષીના સહયોગથી જાણતા રાજા મહાનાટ્યનો પ્રયોગ યોજાશે


છત્રપતિ શિવાજી મહારાજ ના રાજ્યાભિષેક ને 351 વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ને 100 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે તેની સંયુક્ત રીતે ઉજવણીના ભાગરૂપે છ. શિવાજી મહારાજની જીવનગાથા દર્શાવતું મહાનાટ્ય "જાણતા રાજા"નું મંચન 3 એપ્રિલ 2025 ગુરૂવારના રોજ નવલખી મેદાન વડોદરા ખાતે સાંસદ ડૉ. હેમાંગ જોષીના સહયોગથી જાણતા રાજા મહાનાટ્ય નો પહેલો પ્રયોગ થવા જઈ રહ્યો છે.



250 થી વધુ કલાકારો સાથે, અત્યાર સુધી 1500થી વધુ પ્રસ્તુતિ દ્વારા આશરે દોઢ કરોડ લોકો સુધી છત્રપતિ શિવાજી મહારાજની મહાગાથા "જાણતા રાજા" દ્વારા પહોંચી છે. ગુજરાતમાં સૌપ્રથમ આ મહાનાટ્યનું આયોજન તત્કાલીન મુખ્યમંત્રી માનનીય નરેન્દ્રભાઈ મોદીજીના પ્રયત્નોથી થયું હતું. છત્રપતિ શિવાજી મહારાજની રાજમુદ્રાના પ્રતીક ને આદરણીય પ્રધાનમંત્રી મોદીજીએ બ્રિટિશ ચિન્હ હટાવીને ભારતીય નૌકાદળ ના ધ્વજમાં સ્થાન આપ્યું છે. 14 વર્ષો પછી વડોદરામાં જાણતા રાજાનું મંચન થવા જઇ રહ્યું છે. 


નવી પેઢીનુ ભાવિ ઘડનારા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના 1900 થી વધુ શિક્ષકો અને વાલીઓ, સંઘ પરિવાર સાથે સંકળાયેલી સંસ્થાઓના 1200 સ્વયંસેવકો અને કાર્યકર્તાઓ, ભારતીય જનતા પક્ષના પદાધિકારીઓ, વિવિધ શૈક્ષણિક સંસ્થાઓના પ્રતિનિધિઓ, સામાજિક સંસ્થાઓના ટ્રસ્ટી, મહારાષ્ટ્રિય સમાજના અગ્રણીઓને આ પ્રસંગે પ્રેક્ષકો તરીકે આમંત્રિત કરવામાં આવ્યા છે. સાંસદ ડોક્ટર હેમાંગ જોષીએ વડોદરા ના સૌ નાગરિકોને અપીલ કરી છે કે 3 થી 6 એપ્રિલ દરમિયાન યોજાનારા આ નાટકના માધ્યમથી રાષ્ટ્રવાદના, સનાતન સંસ્કૃતિના ઇતિહાસથી તેઓ પોતાના બાળકોને પરિચિત કરાવે.

Reporter: admin

Related Post