આજે તા. ૧૧ મે ના રોજ મામાની પોળ જૈન સંઘ ખાતે ૧૮૫ વર્ષ પ્રાચીન શ્રી કલ્યાણ પાર્શ્વનાથ જિનાલય પાસે આવેલા મહિલા ઉપાશ્રય ખાતે ષટ્કાય જીવાની હિંસા રોકાય, સર્વ જીવોને ભયમુક્ત વાતાવરણ મળે અને સર્વ જીવોને સુખ– શાંતિ અને સમાધિ મળે તેમજ સરહદ ઉપર લડત આપી રહેલા આપણા વિર જવાનોની રક્ષા થાય- બળ મળે તે હેતુથી આજે નમો જિણાણં જિઅ ભયાણં, નવકાર મહામંત્ર ના જાપ, સામાયિક તેમજ આયંબિલ ત૫નું આયોજન કરવામાં આવેલ છે.

દરમિયાનમાં જૈન અગ્રણી દીપક શાહે જણાવ્યું હતું કે
જૈન સાધુ-સાધ્વીજી ગુરૂભગવંતો તેમજ આપણાં હિંદુ ધર્મના જ્યોતિષાચાર્ય તેમજ મઠાધીશો દ્વારા આગામી ર વર્ષ ની આગાહી કરવામાં આવેલ છે જેમાં ખૂબ જ ભયાનક યુતિનું સર્જન થનાર હોઈ આવી વિકટ પરિસ્થિતિઓમાં ધર્મ જ આપણને બચાવશે. તેથી વિશેષ કરીને આજે જપ તપ અને વ્રતનું આયોજન કરવામાં આવ્યું હતું.

મામાની પોળ યુવક મંડળ ના અગ્રણી અંકુર દોશી એ જણાવ્યું કે આપણે સૌ પ્રભુને પ્રાર્થના કરીએ આતંકવાદ સામેની આ વિકટ પરિસ્થિતિમાં ભારતને ન્યાય મળે, તેમજ શહીદ થયેલ વીર જવાનોને શુભેચ્છાઓ પાઠવી હતી. આજના કાર્યક્રમમાં સમસ્ત જૈન સંઘ ના પ્રૌઢ મુરબ્બી પ્રવિણકાકા, જૈન એલર્ટ ગ્રુપ ના જતીનભાઈ શાહ સહિત સંઘના અગ્રણીઓ જોડાયા હતા એમ જૈન અગ્રણી દીપક શાહે જણાવ્યું હતું



Reporter: admin







