જય સાંઈનાથ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ અને શ્રીરંગ રાજેશ આયરે દ્વારા દર રવિવારે પવિત્ર દર્શન યાત્રાનું આયોજન કરવામાં આવે છે.

આજે રવિવારે ઝાંસી કિ રાણી ચોક કાર્યાલય થી 8 બસ સાળંગપુર કષ્ટભંજન દેવ મંદિર, કોટ ગણેશ મંદિર,બુટ ભવાની મંદિર,ધર્મજ જલારામા બાપા મંદિર ખાતે જવા પ્રસ્થાન થઇ હતી.પ્રસ્થાન પૂર્વ આજે મધર્સ ડેની ઉજવણીના ભાગરૂપે માતાઓ સાથે રાજેશ આયરે, પૂર્ણિમાબેન આયરે અને યુવા કોર્પોરેટર શ્રીરંગ આયરે એ કેક કાપીને ઉજવણી કરવામાં આવી હતી.આ તબ્બકે આયોજક રાજેશ આયરે અને પૂર્ણિમાબેન આયરેના લગ્નના વર્ષગાંઠ નિમિત્તે પણ કેક કાપવામાં આવી હતી.

ગાયત્રી પરિવારની બહેનો એ ગાયત્રી મંત્ર અને મહામૃત્યુંજયના મંત્ર જાપ કરી પ્રાર્થના કરી હતી.આજે સેવાસીગામ,ગોત્રીગામ ,શ્રીકાંત પાર્ક,લક્ષ્મીનગર,સૌરભ પાર્ક, ઇંદ્રપ્રસ્થ,લક્ષ્મીનગર સહિતના આસપાસના વિસ્તારના નાગરિકો માટે 8 બસની વ્યવસ્થા કરવામાં આવી આવી હતી. પુજન અર્ચન બાદ બસને આપણું કાર્યાલય ખાતેથી પ્રસ્થાન કરવામાં આવી હતી. આ પવિત્ર દર્શન યાત્રા અંતર્ગત શ્રદ્ધાળુઓને બસ,જમવા સહિતની સંપૂર્ણ સુવિધા અને વ્યવસ્થા જય સાંઈનાથ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ ના માધ્યમથી કરવામાં આવે છે.રાજેશ આયરે જણાવ્યું હતું કે દુઃખ સુખમાં વિસ્તારની જનતા હંમેશા અમારા સાથે રહી છે ત્યારે મારી વિસ્તારની જનતા માટે આ આયોજન કરવામાં આવે છે આજે મધર્સ ડે છે ત્યારે અમે સૌભાગ્યશાળી છે આખાં વડોદરામાં અમારા જ વિસ્તારમાં ગોત્રી રોડને માં રોડ નામ આપવામાં આવ્યું છે તેમ જણાવ્યું હતું.




Reporter: