અમદાવાદ: રેલવે સ્ટેશન પર સુરક્ષા વ્યવસ્થા વધારાઈ છે.
તે માટે આરપીએફ સહિત જીઆરપી દ્વારા સ્ટેશન પરિસરમાં ફ્લેગ માર્ચ પણ કરવામાં આવી રહી છે. 24 કલાક સુરક્ષા માટે સશસ્ત્ર QRTની રચના કરાઈ છે. જ્યારે 119 સીસીટીવી કેમેરાની મદદથી સતત સ્ટેશન પર વોચ રખાઈ રહી છે.
સીસીટીવી રૂમમાં બે સ્ટાફ દ્વારા સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યંુ છે. સ્ટેશન પરિસર સાથે પ્લેટફોર્મ પર HHMD અને ડોગ સ્ક્વોડ ચેકિંગ પણ કરી રહી છે. આ સાથે પ્રવેશ અને બહાર નીકળવાની જગ્યાઓ પર કર્મચારીઓ બેગેજ સ્કેનરની મદદથી તપાસ કરી રહ્યા છે.
Reporter: admin