વડોદરા શહેર પોલીસ દ્વારા ઇન્ટરનૅશનલ ડ્રગ્સ એબ્યુઝ એન્ડ ઈલીસીન્ટ ટ્રાફિકિંગ ડે કર્યું વોકેથોન નું આયોજન કરવામાં આવ્યું
ગુજરાતમાં ડ્રગ્સ ના દૂષણ માં અનેક બાળકો અને યુવા પેઢી બરબાદ થઈ રહી હોવાના ચોંકાવનાર આંકડા પોલીસ તપાસમાં ખુલ્યા છે. જેથી ગૃહ મંત્રીએ ચિંતા વ્યક્ત કરી છે કે આ દૂષણ સમયસર નહિ અટકે તો દરેકનાં ઘર સુધી ડ્રગ્સનો નશો પહોંચી જશે.ગૃહમંત્રીએ પોતાના ઘરથી પોલીસનાં ઘર કે મીડિયાના ઘર સુધી આ ડ્રગ્સનું દૂષણ પહોંચે તેવી ચિંતા વ્યક્ત કરી હતી. જેવી રીતે વિશ્વના વિદેશના કેટલા દેશોએ ડ્રગ્સ સામે લડાઇ છોડીને શરણાગતિ સ્વીકારી છે. તેવી સ્થિતિ ગુજરાતનીના બને જે માટે ડ્રગ્સ વિરોધી જંગનું એલાન કર્યું છે ત્યારે વડોદરા શહેર કમાટીબાગ ગેટ નંબર બે ખાતે વડોદરા શહેર પોલીસ કમિશનર તેમજ ડીસીપીઓ દ્વારા ફ્લેગ ઓફ કરાવી વોકેથોનને પ્રસ્થાન કરાવ્યું
આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં શાળાના વિદ્યાર્થીઓ સાથે પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓ અને કર્મચારીઓ જોડાયા હતા સમાજમાં ડ્રગ્સ દૂષણ ડામવા માટે ઓકેથોન નું આયોજન કરવામાં આવ્યું હતું પખવાડિયા થી શહેર પોલીસ દ્વારા અનેક કાર્યક્રમો કરવામાં આવતા હોય છે નાબૂદ કરવા જનજાગૃતિ અભિયાન પણ ચલાવવામાં આવી રહ્યું છે રાજ્યમાં ડ્રગ્સનું દૂષણ વધ્યું છે. તેના વપરાશ કરનાર વર્ગ વધ્યો છે. પરંતુ તેની સામે ડ્રગ્સનું સેવન અટકાવીને તેને સારવાર અપાવવી શકે તેવા રિહેબ સેન્ટર નથી. જેથી આરોગ્ય વિભાગ સાથે મળીને નવા રીહેબ સેન્ટર શરૂૂ કરવાની તૈયારી સરકારે બતાવી છે શહેર પોલીસ દ્વારા ઇન્ટરનૅશનલ ડ્રગ્સ એબ્યુઝ એન્ડ ઈલીસીન્ટ ટ્રાફિકિંગ ડે કર્યું વોકેથોન નું આયોજન કરવામાં આવ્યું. નવો વોકેથોનમાં મોટી સંખ્યામાં પણ લોકો જોડાયા હતા
Reporter: News Plus