આજે વડોદરા શહેરની હાલત એવી છે કે ચારેકોર મોટા મોટા હોર્ડીંગ્સ લાગી ગયા છે જેનાથી રાહદારીને ફૂટપાથ પર ચાલવામાં પણ તકલીફ પડી રહી છે.

શહેરના શાસકો સત્તાના નશામાં ભાન ભુલી ગયા છે. શહેરની ઐતિહાસીક ઇમારતો અને ચાલવાના ફૂટપાથ ઉપર હોર્ડીગ્સ એવી રીતે લગાવેલા છે કે ગમે ત્યારે તૂટી પડે તેમ છે. શહેરના ચાર દરવાજા વિસ્તારમાં તો હાલત ખરાબ થઇ ગઇ છે. 1લી માર્ચથી કોર્પોરેશને શહેરને હોર્ડીંગ્સ ફ્રી બનાવાના મોટા મોટા સપના જોયા છે પણ અત્યારે તો ઠેર ઠેર શહેરમાં હોર્ડીંગ રાજ જોવા મળી રહ્યું છે.

ધાર્મિક કાર્યક્રમના નામે વાહવાહી લૂંટવા માટે મોટા મોટા હોર્ડીંગ શહેરમાં લગાવી દેવાયા છે અને હોર્ડીંગ લગાવવાના નિયમોના પણ ધજાગરા ઉડાવી દેવાયા છે, કોર્પોરેશનના શાસકો પણ આ ધાર્મિક હોર્ડીંગ નરી આંખે જોઇ શકાય તેમ હોવા છતાં આંખ આડા કાન કરી રહ્યા છે. પાલિકાના રસ્તાઓને નુકશાન કરવામાં આવી રહ્યું છે અને રસ્તાઓ ધાર્મિક કાર્યક્રમના હોર્ડીંગથી ભરી દેવાયા છે અને કોર્પોરેશનનું તંત્ર પણ તેમાં સાથ આપી રહ્યું છે. જો કોઇ હોર્ડીંગ્સસ તૂટી પડશે અને કોઇ નાગરીકને ઇજા થશે તો કોર્પોરેશન જવાબદારી લેશે તેવો સવાલ લોકો પુછી રહ્યા છે.
Reporter: admin