આજે 26મી જાન્યુઆરી પ્રજાસત્તાક દિવસ છે ત્યારે શહેરીજનોમાં પણ વ્યાપક પ્રમાણમાં દેશપ્રેમ જોવા મળી રહ્યો છે.

આ વર્ષે પણ બજારમાં દુકાનો અને રસ્તા પર પણ મોટા પ્રમાણમાં તિરંગાનું વેચાણ થઇ રહ્યું છે અને લોકો પોતાના ઘર તિરંગો લહેરાવવા તૈયાર છે. લોકોએ મોટા પ્રમાણમાં તિરંગાની ખરીદી કરી હતી.2022ના વર્ષમાં જ્યારે સરકારે હર ઘર તિરંગા અભિયાન શરુ કર્યું હતું. કેન્દ્ર સરકારે દેશના ફ્લેગ કોડમાં ફેરફાર કર્યો હતો અને જેના હેઠળ હવે દિવસ અને રાત બંને સમયે ત્રિરંગો ફરકાવવાની મંજૂરી આપવામાં આવી છે. ઉપરાંત હવે પોલિએસ્ટર અને મશીનથી બનેલા રાષ્ટ્રધ્વજનો પણ ઉપયોગ કરી શકાય છે. 'આઝાદી કા અમૃત મહોત્સવ' અંતર્ગત સરકારે આ નિર્ણય લીધો હતો. ત્યારથી સ્વાતંત્ર્ય દિવસ અને પ્રજાસત્તાક દિવસે દેશનો સામાન્ય નાગરીક પણ પોતાના મકાન કે દુકાન પર અને વાહનો પર તિરંગો લહેરાવીને પોતાની રાષ્ટ્ર પ્રત્યેની ભક્તિ અને આસ્થા પ્રગટ કરી શકે છે.

દર વર્ષની જેમ આ વર્ષે પણ લોકોએ મોટી સંખ્યામાં તિરંગા એટલે કે રાષ્ટ્રધ્વજ ખરીદ્યા છે અને પ્રજાસત્તાક દિને પોતાના ઘર કે મકાન પર તિરંગો ફરકાવી સલામી આપશે. તિરંગાનું સન્માન જળવાય તે રીતે દરેક નાગરીકે તિરંગો લહેરાવો જોઇએ અને પ્રજાસત્તાક દિને સાંજે સુર્યાસ્ત સમયે સન્માનપૂર્વક તેને ઉતારી લેવો જોઇએ. તિરંગો ફાટી જાય કે તેને નુકશાન ના થાય તેનું ખાસ ધ્યાન રાખવું જરુરી છે. પુરતા સન્માન સાથે તિરંગો લહેરાવવો તે દરેક નાગરીકનું કર્તવ્ય છે તે ખાસ સમજવું જોઇએ. રાષ્ટ્રધ્વજને ફરકાવવાના નિયમોનો અભ્યાસ કરીને તેને ખાસ અનુસરવા ખુબ જ જરુરી છે. શહેરમાં પણ દેશભક્તીનું વાતાવરણ જોવા મળી રહ્યું છે. શહેરના રસ્તાઓ પર તિરંગાનું વેચાણ થતું જોવા મળી રહ્યું છે અને ત્યાંથી હજારો લોકોએ તિરંગાની ખરીદી પણ કરી હતી.
Reporter: admin







