News Portal...

Breaking News :

પોલીસ ભવન ખાતે સલાહકાર સમિતિ બેઠક મળી.

2024-08-01 10:46:13
પોલીસ ભવન ખાતે સલાહકાર સમિતિ બેઠક મળી.


પોલીસ ભવન ખાતે પોલીસ કમિશનરની અધ્યક્ષતામાં સલાહકાર સમિતિની બેઠક મળી હતી. જેમાં પાલિકાના ચેરમેન અને ધારાસભ્ય યોગેશ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.જેમાં યોગેશ પટેલ ફાયર સિસ્ટમ, કારેલીબાગ ખાતે જે વન વે કરવામાં આવ્યું છે તેને લઈને બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી.


વડોદરાના પોલીસ કમિશનરની અધ્યક્ષતામાં પોલીસ ભવન ખાતે સલાહકાર સમિતિની બેઠક મળી હતી. જેમાં ધારાસભ્ય યોગેશ પટેલ પાલિકાના ચેરમેન ડોક્ટર મિસ્ત્રી સહિત નવા સલાહકાર સમિતિના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.જેમાં શહેરના મુદ્દાઓને લઈને ચર્ચા કરવામાં આવી હતી. જેમાં ધારાસભ્ય યોગેશ પટેલે આડેધર જે ફાયર વિભાગ દ્વારા જે સીલ મારવામાં આવે છે અને સીટી વિસ્તારમાં જે ફાયર સિસ્ટમ લગાવવાની વાત કરી છે તેને લઈને ચર્ચા કરી હતી.શહેરના સીટી વિસ્તારમાં જે દુકાનો આવેલી છે એ ખૂબ જૂની દુકાનો આવેલી છે તે દુકાનો કે ઘરોમાં ફાયર સિસ્ટમ લગાવી શકાય તેમ છે નહીં. ફાયરના ગેસ સિલિન્ડર મુકાઈ તેવી પરિસ્થિતિ છે. જોકે દુકાનો ખૂબ 100 200 કે 300 સ્ક્વેર ફીટની હોય છે.આટલી નાની દુકાનોમાં ફાયર સિસ્ટમ લગાવી એ યોગ્ય નથી.જોકે ફાયર વિભાગ દ્વારા જે સીલ મારવામાં આવે છે  ત્યારબાદ તેને ખોલવા માટે વચેટીયાઓ અને દલાલો એક્ટિવ થઈ જાય છે. જેમાં 4 લાખથી 6 લાખ સુધીનો ભાવ  ફાયર સર્ટિફિકેટ આપવા માટે બોલાય છે. ફાયર સિસ્ટમ જે સીટી વિસ્તારમાં હાઇ્રરાઈઝ બિલ્ડીંગ કે ટોકીઝ આવેલી હોય તેમાં જરૂરી છે નહીં કે નાની દુકાનોમાં. શહેરમાં વર્ષ ૧૯૮૪ પહેલા બીયુ સર્ટિફિકેટ આપવામાં આવતું ન હતું અને જ્યારે અત્યારે પાલિકા દ્વારા બીયુ સર્ટિફિકેટ માંગવામાં આવે છે. તો એ લોકો કઈ થી આપે. તો અત્યારે પાલિકાએ તેમને સુવિધા આપવી જોઈએ. સરદાર ભુવનમાં દુકાનો આવેલી છે  તેમાં પાલિકા દ્વારા દબાણો તોડ્યા બાદ વન વે કરવામાં આવ્યો હતો. જોકે એ વનવે ની અંદર વાહન ચાલકો અને તેના નાગરિકો પરેશાન થઈ રહ્યા છે.જે એન્ટ્રી કારેલીબાગ પોલીસ સ્ટેશનની સામેની ગલી માંથી જવાનો અને સરદાર ભુવનમાંથી નીકળવું એ ખૂબ સ્થાનિકોને ખૂબ તકલીફ પડી રહી છે. 


જેથી ધારાસભ્ય યોગેશ પટેલે  પોલીસ કમિશનરને રજૂઆત કરી હતી કે જે વન વે કરવામાં આવ્યો છે જેમાં એન્ટ્રી સરદાર ભુવનના ખાચા માંથી મળે અને  કારેલીબાગ પોલીસ સ્ટેશન બાજુથી બહાર નીકળી જવાય.પાલિકાના ચેરમેન ડોક્ટર શીતલ મિસ્ત્રીએ રજૂઆત કરી હતી કે અત્યારે સાયબર ક્રાઇમના કેસો ખૂબ વધી રહ્યા છે. સોશિયલ મીડિયાથી લોકોને બ્લેકમેલ કરવામાં આવે છે. જેથી લોકોમાં જાગૃતિ આવે તેવા કાર્યક્રમ કરવા જોઈએ.પાર્કિંગને અનુરૂપ જે દબાણો મહાનગરપાલિકા દૂર કરે છે  એ ફરી ના લાગે તેનું ધ્યાન પોલીસ છે રાખવું જોઈએ. ઢોર પાર્ટી દ્વારા ઢોર પકડવામાં જાય છે ત્યારે તેની પર કેટલાક હુમલાના બનાવો બને છે. હુમલાખરો સામે કડક કાર્યવાહી થવી જોઈએ જે સમાજમાં એક દાખલો બેસે. શહેરમાં જે ડ્રગ્સ (નસીલા પદાર્થ) તેને નાબૂદ કરવી જોઈએ અને કડક કાર્યવાહી કરવી જોઈએ.સીટી વિસ્તારમાં આજે આડેધર પાર્કિંગ કરવામાં આવે છે. સ્થાનિકોનો સાથ સહકાર લઈને ટ્રાફિક પોલીસ દ્વારા વાહનો ટોઇન માટે ફરતા રહેવા જોઈએ. રસ્તા પર જે ગાડીઓ પડી રહે છે, જે પોલીસવાળા ડીટેઇન કરવામાં આવી હોય, જે ટ્રાફિકને અડચણ છે તેને હટાવી લેવી જોઈએ. પાલિકાના પ્લોટ માં જે દબાણ હશે એ પાલિકા દબાણ દૂર કરશે. પોલીસ વિભાગ દ્વારા કોવિડ, અને પૂરમાં જે ટ્રાફિક કંટ્રોલ કરીને રેસ્ક્યુ કરવામાં આવ્યો છે તેમાં ચેરમેન ડોશીતલ મિસ્ત્રી એ પોલીસ કમિશનરનો આભાર વ્યક્ત કર્યો હતો. તમામ દુકાનોને બીયુ પરમિશન માટે સમય આપવામાં આવશે.

Reporter:

Related Post