હાલોલ તાલુકાના શિવરાજપુર નજીક ઘોઘડવા ખાતે રહેતા શૈલેષભાઈ મડાભાઈ પરમાર તેમજ પ્રકાશભાઈ પ્રભાતભાઈ બારીયા અને અજયભાઈ પ્રવીણભાઈ નાયક એમ ત્રણ જણા આજે મંગળવારે વહેલી સવારે 5:15 વાગ્યાના સુમારે શૈલેષભાઈ મડાભાઈ પરમારના ટ્રેક્ટરમાં બેસીને ટપલાવાવ ગામ તરફ જઈ રહ્યા હતા તે દરમિયાન હાલોલ તાલુકાના પાવાગઢ શિવરાજપુર રોડ પર કંસારાવાવ ગામના પાટીયા પાસે મુખ્ય રોડ પર પૂરઝડપે દોડતી ગુજરાત રાજ્ય એસટી પરિવહન નિગમની એસ.ટી.બસના ચાલકે પોતાની એસ.ટી.બસને બેફામ અને પૂર ઝડપે ગફલતભરી રીતે હંકારી લઈ આવી શૈલેષભાઈના ટ્રેક્ટરને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો.જેમાં એસ.ટી બસની ટક્કરથી ટ્રેક્ટર અને ટ્રોલી પલ્ટી ખઈ રોડ પર પછડાયું હતું જેમાં ટ્રેક્ટર અને ટ્રોલી પલ્ટી ખાતા ટ્રેક્ટરના ચાલક શૈલેષભાઈ મડાભાઈ પરમાર તેમજ ટ્રેક્ટરમાં બેસેલા પ્રકાશભાઈ પ્રભાતભાઈ બારીયા અને અજયભાઈ પ્રવીણભાઈ નાયક ટ્રેક્ટર અને ટ્રોલી સહિત રોડ પર પછડાતા તેઓને શરીર નાની મોટી ઇજાઓ પહોંચી હતી જેમાં અકસ્માત જોઈ આસપાસથી લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને બોલાવી ત્રણેય ઈજાગ્રસ્તોને સારવાર માટે હાલોલની રેફરલ હોસ્પિટલ ખાતે મોકલી આપ્યા હતા જ્યાં ત્રણેય ઈજાગ્રસ્તોની સારવાર હાથ ધરવામાં આવી હતી જ્યારે બનાવ અંગે ટ્રેક્ટરના ચાલક શૈલેષભાઈ મડાભાઈ પરમારે દવા સારવાર કરાવ્યા બાદ પાવાગઢ પોલીસ મથકે એસ.ટી. બસના ચાલક સામે અકસ્માતની ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
Reporter: News Plus