News Portal...

Breaking News :

યાત્રાધામ પાવાગઢ ખાતે અટક દરવાજા પાસે ખાનગી જીપ અને એસયુવી કાર વચ્ચે સર્જાયો અકસ્માત : 5 લોકો થયા ઇજાગ્રસ્ત 2 ને સારવાર હેઠળ વડોદરા ખસેડાયા

2025-03-29 09:55:03
યાત્રાધામ પાવાગઢ ખાતે અટક દરવાજા પાસે ખાનગી જીપ અને એસયુવી કાર વચ્ચે સર્જાયો અકસ્માત : 5 લોકો થયા ઇજાગ્રસ્ત 2 ને સારવાર હેઠળ વડોદરા ખસેડાયા


સુપ્રસિદ્ધિ યાત્રાધામ પાવાગઢ ખાતે આજે અટક દરવાજા પાસે વળાંકમાં અકસ્માતની ઘટના બની હતી  


જેમાં મુંબઈ ખાતેથી મહાકાળી માતાજીના દર્શન કરવા માટે આવેલ પરિવાર પોતાની વૈભવી એસયુવી કારમાં સવાર થઈને માતાજીના દર્શન કરવા માટે ડુંગર પર જવા માટે માચી તરફ રહીને જઈ રહ્યો હતો તે દરમિયાન પાવાગઢ ડુંગરની તળેટી ચાંપાનેર થી માચી વચ્ચે ખાનગી મુસાફરોની હેરાફેરી કરતી મુસાફરો ભરેલી ખાનગી જીપ માચીથી ચાંપાનેર તરફ જઈ રહી હતી તે દરમિયાન આજે શુક્રવારે સવારે 10:00 થી 11:00 વાગ્યાના સમયગાળા દરમિયાન આ બંને વાહનો વચ્ચે અકસ્માતની ઘટના સર્જાઈ હતી જેમાં અકસ્માતની આ ઘટનામાં ખાનગી જીપમાં સવાર મુસાફરો પૈકી 5 જેટલા મુસાફરોને નાની-મોટી ઈજાઓ પહોંચવા પામી હતી.  જેમાં અકસ્માતની ઘટના જોઈ આસપાસથી દોડી આવેલા લોકોએ તેમજ વાહનચાલકોએ તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ બોલાવતા અકસ્માતમાં ઇજા પામેલા 3 જેટલા લોકોને સામાન્ય ઇજાઓ પહોંચેલ હોઈ ઘટના સ્થળે પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી 


જ્યારે આણંદ જિલ્લાના સીલી ગામના મીનાબેન વનરાજસિંહ ચૌહાણ અને તેઓના પિતા નટવરસિંહ ભીમસિંહ પરમારને શરીરે વધુ ઇજા પહોંચી હોઈ સારવાર અર્થે હાલોલની સરકારી હોસ્પિટલમાં ખસેડાયા હતા જ્યાં બંનેની પ્રાથમિક સારવાર હાથ ધરાયા બાદ બંનેને વધુ સારવારની જરૂરત જણાવતા વડોદરાની સયાજી હોસ્પિટલ ખાતે રિફર કરાયા હોવાની માહિતી મળવા પામેલ છે જ્યારે એસયુવી કાર અને ખાનગી જીપ વચ્ચે ટક્કર થતા અકસ્માતની આ ઘટનામાં ખાનગી મુસાફરો ભરેલી જીપ માચીના ઢોળાવાળા રોડ પર રહીને ઉતરી રહી હતી તે દરમિયાન તેની એસયુવી કાર જોડે ટક્કર થતા જીપ રોડ સાઈડના એક નાના ખાડામાં જઈને ઉતરી ગઈ હતી. જો ભૂલે ચૂકે જીપ ડુંગરના આ રસ્તેથી ખીણમાં જઈને પડી હોત તો બહુ જ મોટી દુર્ઘટના સર્જાઈ હોત એવું સાંભળવા મળ્યું હતું જોકે સદ્ નસીબે જીપ ખાડામાં જઈને અટકી જતા મોટી દુર્ઘટના ટળી હતી.

Reporter: admin

Related Post