દેશના પ્રધાનમંત્રી, નાણાં મંત્રી તથા મહારાષ્ટ્રના ઉપ મુખ્યમંત્રી વિરૂદ્ધ અપમાન જનક ટિપ્પણી કરવામાં આવી હતી...
મુંબઇના વિવાદીત કોમેડીયન કૃણાલ કામરા દ્વારા દેશના પ્રધાનમંત્રી, નાણાં મંત્રી તથા મહારાષ્ટ્રના ઉપ મુખ્યમંત્રી વિરૂદ્ધ અપમાન જનક ટિપ્પણી કરવામાં આવી હતી. જે બાદ દેશભરમાં તેનો વિરોધ થઇ રહ્યો છે.વડોદરા જાણીતા વકીલ સાહિલ ગોડિયા દ્વારા વિવાદીત કોમેડીયન કુણાલ કામરા સામે ફરિયાદ નોંધવા માટે વડોદરા શહેર પોલીસ કમિશનરને અરજી કરવામાં આવી છે. જેમાં કૃણાલ સામે કાયદાની કઇ કઇ કલમો હેઠળ ગુનો નોંધી શકાય અને તે માટેના કારણો આપવામાં આવ્યા છે. સાહીલ ગોડિયાએ વડોદરા પોલીસ કમિશનરને કરેલી અરજીમાં જણાવે છે કે, કૃણાલ કામરા યુટ્યુબ ચેનલ ચલાવે છે.
તેણે વીડિયામાં પ્રધાનમંત્રી, નાણાંમંત્રી તેમજ મહારાષ્ટ્ર સરકારના ઉપ મુખ્યમંત્રી વિરૂદ્ધ દેશની જનતાને ગેરમાર્ગે દોરતા અને અપમાનિત કરતા શબ્દોને ઉપયોગ કરીને વીડિયો બાવ્યો છે. અને પોતાની ચેનલમાં પ્રસિદ્ધ કર્યો છે. આ વીડિયો નયા ભારત નામના શિર્ષક હેઠળ બનાવવામાં આવ્યો છે.આ કૃત્ય તેણે દેશની જનતાને ગેરમાર્ગે દોરીને પોતાની સસ્તી પ્રસિદ્ધિ મેળવવાના બદઇરાદે કર્યું હતું. તેણે વીડિયોમાં ખોયા અને પાયાવિહોણા આરોપો મુકીને દેશના બંધારણીય જવાબદારી નિભાવના મંત્રીઓ અને મહાનુભવો વિરૂદ્ધ જનતાને ગેરમાર્ગે દોરવાનું ગેરકાયદેસરનું કૃત્ય કરેલું છે. તે આ પ્રકારનું કૃત્ય કરતા જ આવ્યા છે. જો આવા કૃત્યો કરતા તેને અટકાવવામાં નહીં આવે તો ભવિષ્યમાં પણ તે આચરતા રહેશે. ફરિયાદી પોતાની ઓફિસમાં હતા ત્યારે તેમને આ વાતની જાણ થઇ છે.ફરિયાદીએ કૃણાલ કામરા વિરદ્ધ બીએનએસએસની કલમ 293, 345, 369, 353 - 1 બી, 353 - 2, 356 - 2 મુજબનો ગુન્હો કરેલો છે. જેથી તેના વિરૂદ્ધ તાત્કાલિક કાયદેસરના પગલાં ભરવા અતિ આવશ્યક છે. એક જવાબદાર નાગરિક તરીકે અમારી ફરિયાદ નોંધવા મહેરબાની કરવા જણાવ્યું છે. પોલીસ હવે આ મામલે ગુનો નોંધે છે કે કેમ તેની પર સહુની નજર છે
Reporter: admin