News Portal...

Breaking News :

અમિત શાહ પૂર્વ રાજ્યપાલ તમિલિસાઈ સૌંદરરાજનને 'ચેતવણી' આપતા દેખાયા

2024-06-12 17:22:21
અમિત શાહ પૂર્વ રાજ્યપાલ તમિલિસાઈ સૌંદરરાજનને 'ચેતવણી' આપતા દેખાયા


ચંદ્રબાબુ નાયડુએ ચોથી વખત મુખ્યમંત્રી તરીકેના શપથ લીધા હતા.આ શપથગ્રહણ સમારોહમાં અનેક રાજકીય નેતા હાજર રહ્યા હતા.


જેમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ હાજર રહ્યા હતા. આ દરમિયાન સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં અમિત શાહ પૂર્વ રાજ્યપાલ તમિલિસાઈ સૌંદરરાજનને 'ચેતવણી' આપતા જોવા મળી રહ્યા છે. સૌંદરરાજન તમિલનાડુથી ભાજપની ટિકિટ પર લોકસભા ચૂંટણી લડ્યા હતા, પરંતુ તેમને હારનો સામનો કરવો પડ્યો હતો. શાહ અને તેમની વચ્ચેની વાતચીતનો એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. 


ખાસ વાત એ છે કે આ વાત એવા સમયે સામે આવી છે જ્યારે સૌંદરરાજન અને તમિલનાડુના પ્રદેશ પ્રમુખ અન્નામલાઈના સમર્થકો વચ્ચે ઝપાઝપીના અહેવાલો છે. અંદાજે 20 સેકન્ડના વીડિયોમાં જોઈ શકાય છે કે સૌંદરરાજન સ્ટેજ પર બેઠેલા શાહ સાથે વાત કરે છે અને આગળ જવા ચાલે છે. તે સમયે શાહ તેમને રોકીને બોલાવે છે અને કેટલીક સલાહ આપતા દેખાઈ છે.

Reporter: News Plus

Related Post