શ્રીનગરઃ દેશના ઉત્તરી પહાડી રાજ્યમાં ભારે વરસાદના પગલે તબાહીના દ્રશ્યો સામે આવી રહ્યા છે. જેમાં ઉત્તરાખંડ અને હિમાચલમાં ભારે વરસાદથી સર્જાયેલી તબાહીનો સિલસિલો હજુ અટક્યો નથી અને હવે જમ્મુ-કાશ્મીરમાં વાદળ ફાટવાના સમાચાર છે.
મળતી માહિતી મુજબ ચેરવાન કંગન વિસ્તારમાં વાદળ ફાટ્યા બાદ શ્રીનગર કારગિલ હાઇવે બ્લોક થઈ ગયો હતો. રોડ ખુલ્લો કરવાની કામગીરી ચાલી રહી છે. લોકોને આ માર્ગ પરથી મુસાફરી ન કરવાની સલાહ આપવામાં આવી છે.અધિકારીઓએ યાત્રીઓને સલાહ આપી છે કે જ્યાં સુધી રસ્તો ખૂલે નહીં ત્યાં સુધી આ માર્ગ પર મુસાફરી કરવાનું ટાળે.
હાલ રાજ્યમાં અમરનાથ યાત્રા ચાલી રહી છે. આ યાત્રા માટે મોટી સંખ્યામાં યાત્રાળુઓ જમ્મુ કાશ્મીર તરફ જઈ રહ્યા છે. કડક સુરક્ષા વચ્ચે યાત્રાળુઓનો બીજી ટુકડી પંથા ચોક બેઝ કેમ્પથી પહેલગામ યાત્રા બેઝ કેમ્પ તરફ રવાના થઇ છે. ખરાબ હવામાનને કારણે બાલતાલલ માર્ગની યાત્રા મોકૂફ રાખવામાં આવી છે.
Reporter: