News Portal...

Breaking News :

ઈઝરાયેલ-હમાસ યુદ્ધમાં લેબનોનથી ઇઝરાયેલ તરફ ડઝનેક રોકેટ છોડ્યા

2024-08-04 11:33:04
ઈઝરાયેલ-હમાસ યુદ્ધમાં લેબનોનથી ઇઝરાયેલ તરફ ડઝનેક રોકેટ છોડ્યા


લેબનોન : હમાસ ચીફ ઇસ્માઇલ હાનિયાની હત્યા બાદ મધ્ય પૂર્વમાં તણાવ સતત વધી રહ્યો છે. ઈઝરાયેલ-હમાસ યુદ્ધમાં હવે ઘણા દેશો કૂદી પડ્યા છે. દરમિયાન, ગુરુવારે મોડી રાત્રે હિઝબુલ્લાહે લેબનોનથી ઇઝરાયેલ તરફ ડઝનેક રોકેટ છોડ્યા હતા. 


લગભગ 48 કલાકની શાંતિ બાદ હિઝબુલ્લાએ ઉત્તરી ઈઝરાયેલમાં અનેક રોકેટ છોડ્યા છે. લેબનોનથી ઈઝરાયેલની ઉત્તરીય સરહદની આસપાસના કેટલાક વિસ્તારોમાં લગભગ 60 રોકેટ છોડવામાં આવ્યા છે.ટોચના કમાન્ડર ફુઆદ શુકરની હત્યાથી નારાજ હિઝબુલ્લાહે ગુરુવારે મોડી રાત્રે (સ્થાનિક સમય) ઇઝરાયેલ પર ડઝનબંધ રોકેટ હુમલાઓ કર્યા. જોકે, માત્ર પાંચ રોકેટ ઈઝરાયેલમાં પ્રવેશી શક્યા હતા. 


ઈઝરાયેલ ડિફેન્સ ફોર્સિસના જણાવ્યા અનુસાર, રોકેટ હુમલામાં કોઈપણ નાગરિકને કોઈ નુકસાન કે ઈજા થઈ હોવાના અહેવાલ નથી. તે જ સમયે, જવાબી કાર્યવાહીમાં, ઇઝરાયેલે દક્ષિણ લેબેનોનના યતારમાં હિઝબુલ્લાહના રોકેટ લોન્ચર પર પણ હુમલો કર્યો.જવાબી કાર્યવાહી કરવામાં આવશે ઇઝરાયેલની આયર્ન ડોમ મિસાઇલ સંરક્ષણ પ્રણાલીએ બેરૂતમાં હિઝબુલ્લાહ કમાન્ડર ફુઆદ શુકરની હત્યા બાદ લેબનીઝ જૂથ દ્વારા લોન્ચ કરાયેલા ઘણા પ્રોજેક્ટાઇલ ને રોકી દીધા હતા. આ હુમલા માટે હિઝબુલ્લાએ કહ્યું હતું કે જવાબી કાર્યવાહી કરવામાં આવશે. આ તે જ દિવસે થયુ જ્યારે ઇઝરાયેલી સૈન્યએ હમાસના કાસમ બ્રિગેડના કમાન્ડર મોહમ્મદ ડેઇફના મૃત્યુની પુષ્ટિ કરી હતી.

Reporter: admin

Related Post