એક તરફ વડોદરા શહેરના કેટલાય વિસ્તારો મા પાણી ના ઘાંધીયા છે. તયારે એક સ્વિમિંગ પુલ મા પાણી ભરવા ના મામલે વિવાદ થયો છે હાલ આવી પરિસ્થિતિ વચ્ચે પણ પૂર્વ વિસ્તારમાં જ આવેલા રાજીવ ગાંધી સ્વિમિંગ પૂલમાં ટેન્કરોથી પાણી ભરવાનું ચાલુ કરવામાં આવ્યું છે. આજ બપોર સુધીમાં 125 ટેન્કરો પાણીની ઠાલવી દીધી છે છતાં હજુ સ્વિમિંગ પૂલ ખાલી જ દેખાય છે. આ વિસ્તારના વોર્ડ નંબર 15 ના ભાજપના કોર્પોરેટરના કહેવા મુજબ હજુ બીજા 200 ટેન્કર પાણીના ઠાલવવા પડે તેમ લાગે છે. શહેરમાં વોર્ડ નંબર 15 માં આશરે 1 લાખની વસ્તી છે અને આ લોકોની પાણીની પ્રાથમિક સુવિધા અને પ્રાધાન્ય આપવાના બદલે માત્ર સ્વિમિંગ માટે આવતા 400 લોકોની સુવિધા નો વિચાર કરવો એ જરા હાસ્યસ્પદ લાગે છે,
કારણ કે હાલ ચૂંટણીનો સમય છે અને ડોર ટુ ડોર ફેરણીમાં પ્રચાર માટે જઈએ છીએ ત્યારે લોકો સીધી વાત પાણી મુદ્દે જ કરે છે. જેનો જવાબ આપવો અઘરો થઈ પડે છે. લોકો કોર્પોરેટર ઉપર માછલા ધોવે છે. ચૂંટણી સુધી સ્વિમિંગ પૂલમાં ટેન્કરો દ્વારા પાણી નાખવાનું બંધ કરી દેવું જોઈએ. વધુમાં તેમણે કહ્યું હતું કે નાલંદા ટાંકીનો સંપ 18 ફૂટ ભરાય તો બે ફૂટ પાણી બચત રહેતા તે સપ્લાય સ્વિમિંગ પૂલને કરી શકાય છે, પરંતુ હાલ સાડા 16 ફૂટ પાણી ભરાય છે એટલે જથ્થાની ઘટ રહે છે. બીજું કે ટાંકીથી સ્વિમિંગ પૂલ પોણો કિલોમીટર દૂર છે અને પુલમાં પાણી ભરવા વર્ષો જૂની લાઈન નાખેલી છે. આ લાઈનના ચાર પાંચ વાલ્વ લીકેજ છે અથવા તો ઢીલા પડી ગયા છે. જેના કારણે ટાંકીથી પાણી સ્વિમિંગ પૂલ તરફ આપતા આજુબાજુની લાઈનોમાં જ 70% પાણી જતું રહે છે, અને પુલમાં માત્ર 30 ટકા જ પાણી પહોંચે છે. જેનો કોઈ મતલબ જ નથી.
સળંગ 15 દિવસ સુધી ટાંકીથી પાણી અપાય તો જ સ્વિમિંગ પૂલ ભરી શકાય તેમ છે. હાલ 125 ટેન્કર પાણી નાખ્યું છે, તેમાં નાલંદા ટાંકીથી બે દિવસ સુધી 20 મિનિટ સુધી પાણી આપેલું હતું તેનો પણ જથ્થો છે. આ ટેન્કરો 5000 ની નહીં પરંતુ 12,000 લીટરની ક્ષમતા વાળી ફાયર બ્રિગેડમાં ઉપયોગમાં લેવામાં આવે તે છે. જેના પરથી કલ્પી શકાય કે સ્વિમિંગ પૂલ માં કેટલું પાણી નાખવું પડશે તેનો અંદાજ નથી. હાલ ચૂંટણી સુધી પાણી ન નાખવું જોએ તેવો મત રાજકારણી ઓ નો છે. પરંતુ આ કામગીરી આજે પણ ચાલુ જોવા મળી હતી. પરંતુ સ્વિમિંગ પુલ હજુ પણ ભરાયો નથી.
Reporter: