News Portal...

Breaking News :

રાશનકાર્ડ પર રાશનની સાથે 1000 રૂપિયા પણ મળશે

2024-12-29 17:39:49
રાશનકાર્ડ પર રાશનની સાથે 1000 રૂપિયા પણ મળશે


દિલ્હી : દેશમાં આજે પણ એવા ઘણા લોકો છે કે જેમને દિવસમાં બે ટંકનું ખાવાનું પણ નથી મળતું. 


ભારત સરકાર રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા કાયદા હેઠળ આવા ગરીબ જરૂરિયાત મંદોને મફત રાશન પૂરું પાડે છે.તાજેતરમાં જ સરકાર દ્વારા રાશન કાર્ડ ધારકો માટે એક મોટા સમાચાર આવ્યા છે. હવે રાશનકાર્ડ ધારકોને તેમના રાશનકાર્ડ પર રાશનની સાથે 1000 રૂપિયા પણ મળશે. નવા વર્ષથી તમામ રેશનકાર્ડ ધારકોને સરકારની આ સુવિધાનો લાભ મળવા લાગશે. આ રાશનકાર્ડ ધારકોને નાણાકીય લાભ આપવા માટે પગલાં ભરવામાં આવ્યા છે.


દેશમાં કરોડો લોકો પાસે રાશનકાર્ડ છે. જેઓ સરકારની મફત રાશન યોજનાનો લાભ લે છે. રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા કાયદા હેઠળ દેશમાં 80 કરોડ રાશનકાર્ડ ધારકો છે. જેમને સરકાર દર મહિને મફત અથવા સસ્તા દરે રાશન આપવામાં આવે છે. ભારત સરકારે હવે રાશન વિતરણ વ્યવસ્થામાં એક મોટું પરિવર્તન કરવાનો નિર્ણય કર્યો છે.સરકારનો આ નિર્ણયનો અમલ આગામી નવા વર્ષથી થશે એટલે કે જાન્યુઆરી 2025 થી ભારત સરકાર દ્વારા રાશન કાર્ડ ધારકોને રાશનની સાથે રૂ. 1000 પણ આપવામાં આવશે. સરકાર 5 કિલો મફત રાશન આપશે. તો આ સાથે લાભાર્થી પરિવારના બેંક ખાતામાં એક હજાર રૂપિયા પણ જમા કરવામાં આવશે.

Reporter: admin

Related Post