વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા માત્ર 6 મહિના પહેલા જ મકરપુરા હવેલી ચાર રસ્તા પાસે રૂ. 1,64,46,388ના ખર્ચે રોડ બનાવવામાં આવ્યો હતો. અને 6 મહિના વીતી ગયા તે પહેલા જ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશને પાણીની પાઈપલાઈન નાખવા માટે ફરીથી રોડ ખોદી કાઢવામાં આવ્યો હતો.
વડોદરા શહેરમાં રોડ, ગટર અને પાણીના કામોમાં મોટાપાયે ભ્રષ્ટાચાર ચાલી રહ્યો હોવાનો આક્ષેપ નાગરિકો કરી રહ્યા છે. રોડ બનાવવાની ગુણવત્તા હલકી પ્રકારની હોય છે. તેવો આક્ષેપ કરાયો છે. હવે ચોમાસુ આવશે એટલે પાલિકાના અધિકારીઓને કોન્ટ્રાક્ટરની મીલીભગતનો ભ્રષ્ટાચારની પોલ ખુલશે. રોડ રસ્તા માં જે મટીરીયલ વાપરવામાં આવ્યું હતું તે નાગરિકોને દેખાઈ જશે. અને પાલિકાના પ્રિમોન્સૂનની કામગીરીની પોલ પણ ખુલી જશે. અધિકારીઓને કોન્ટ્રાક્ટરો મિલી ભગતથી દર વર્ષે રોડ બનાવવામાં આવે છે. અને પાલિકાની તિજોરી ખાલી કરે છે. સ્માર્ટ સિટી વડોદરામાં પ્રાથમિક સુવિધાથી હજુ પણ નાગરિકો વંચિત છે. મહાનગર પાલિકામાં નીચેથી લઈને ઉપર સુધી ભ્રષ્ટાચાર થી ખદ બદે છે.
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશને ચોક્કસપણે જવાબ આપવો જોઈએ કે નાગરિકોના ટેક્સના નાણાંનો આ રીતે ઉપયોગ કરવો કેટલો યોગ્ય છે.
Reporter: News Plus