News Portal...

Breaking News :

તમામ વકફ સંપત્તિઓની જિયો-ટેગિંગ કરવામાં આવશે

2025-06-07 10:22:45
તમામ વકફ સંપત્તિઓની જિયો-ટેગિંગ કરવામાં આવશે


દિલ્હી: કેન્દ્ર સરકારે આજે ‘ઉમ્મીદ’ પોર્ટલનો શુભારંભ કર્યો હતો. આ પોર્ટલ દ્વારા દેશભરની તમામ વકફ સંપત્તિઓની ‘જિયો-ટેગિંગ’ કરવામાં આવશે અને ત્યારબાદ તેની એક ડિજિટલ સૂચિ તૈયાર કરવામાં આવશે. 


કેન્દ્રીય લઘુમતી બાબતોના પ્રધાન કિરેન રિજિજુએ આ પગલાને ઐતિહાસિક ગણાવતા કહ્યું કે, તે સમુદાયના માલિકીની વકફ સંપત્તિઓનો ગરીબ મુસ્લિમો માટે અસરકારક અને નિષ્પક્ષ ઉપયોગ સુનિશ્ચિત કરશે. ‘ઉમ્મીદ’ પોર્ટલનું પૂરું નામ યુનિફાઇડ વકફ મેનેજમેન્ટ, એમ્પાવરમેન્ટ, એફિશિયન્સી ઍન્ડ ડેવલપમેન્ટ ઍક્ટ, 1995 છે.આ પોર્ટલનો શુભારંભ કર્યા બાદ રિજિજુએ જણાવ્યું કે, “‘ઉમ્મીદ’ પોર્ટલ ભારતમાં વકફ સંપત્તિના પ્રબંધન અને પ્રશાસનના ઇતિહાસમાં એક નવો અધ્યાય જોડશે. આનાથી માત્ર પારદર્શિતા જ નહીં આવે, પરંતુ સામાન્ય મુસ્લિમો, ખાસ કરીને મહિલાઓ અને બાળકોને પણ મદદ મળશે.” લઘુમતી કાર્ય મંત્રાલય દ્વારા વિકસિત આ પોર્ટલનો ઔપચારિક શુભારંભ કેન્દ્રીય લઘુમતી બાબતોના રાજ્ય મંત્રી જ્યોર્જ કુરિયનની હાજરીમાં કરવામાં આવ્યો હતો.આને ઐતિહાસિક પગલું ગણાવતા રિજિજુએ કહ્યું કે ‘ઉમ્મીદ’ કેન્દ્રીય પોર્ટલ માત્ર તકનીકી ઉન્નતીકરણ કરતાં ઘણું વધારે છે. તેમણે કહ્યું, “આ લઘુમતી સમુદાયોના અધિકારોની રક્ષા કરવા તથા સમુદાયના માલિકીની વકફ સંપત્તિઓનો ગરીબ મુસ્લિમો માટે અસરકારક અને નિષ્પક્ષ ઉપયોગ સુનિશ્ચિત કરવા માટે સરકારની દ્રઢ પ્રતિબદ્ધતાનું પ્રતીક છે, જેના માટે તે મૂળરૂપથી બનાવવામાં આવ્યું હતું.”



વકફ સંપત્તિઓની જિયો-ટેગિંગ
આ પોર્ટલનો મુખ્ય ઉદ્દેશ્ય પારદર્શિતા, જવાબદારી અને જન ભાગીદારી વધારવાનો છે. પોર્ટલની મુખ્ય વિશેષતાઓમાં તમામ વકફ સંપત્તિઓની જિયો-ટેગિંગ સાથે એક ડિજિટલ સૂચિ બનાવવાનો સમાવેશ થાય છે. આ પ્રસંગે કુરિયને કહ્યું કે, આ પોર્ટલ એક એવો સુધાર છે જેની લાંબા સમયથી રાહ જોવાઈ રહી હતી અને જે વકફ પ્રશાસનને લોકોની વધુ નજીક લાવશે. તેમણે કહ્યું, “આ પ્રણાલી સુનિશ્ચિત કરે છે કે દરેક સંપત્તિનો હિસાબ રાખવામાં આવે અને તેનો ઉપયોગ તેના મૂળ ઉદ્દેશ્ય અનુસાર જ થાય.”

Reporter: admin

Related Post