વડનગર :બોલિવૂડ સ્ટાર અક્ષય કુમાર હાલ ગુજરાતના પ્રવાસે છે અને તે અહીં વિવિધ ધાર્મિક સ્થળોની મુલાકાત લઈ રહ્યા છે.

ગુજરાત મુલાકાત દરમિયાન, અક્ષય કુમારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વતન વડનગરની મુલાકાત લીધી અને ત્યાંના પ્રખ્યાત હાટકેશ્વર મહાદેવ મંદિરમાં દર્શન કર્યા હતા. દર્શન કર્યા બાદ અભિનેતાએ મીડિયા સાથે વાતચીત કરી અને પોતાનો અનુભવ વ્યક્ત કર્યો છે.અક્ષય કુમાર હાલ પ્રિયદર્શન અને સૈફ અલી ખાન સાથેની ફિલ્મ 'હૈવાન'માં વ્યસ્ત છે. આ વ્યસ્ત શેડ્યૂલમાંથી સમય કાઢીને તે ગુજરાત આવ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગામ વડનગરની આ પહેલી મુલાકાત છે.
અક્ષયે મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું કે, 'જ્યારે હું ગુજરાત આવ્યો તો મને જાણ થઈ કે, અહીંનું હાટકેશ્વર મહાદેવ મંદિર ખૂબ જ પ્રખ્યાત છે અને તેના વિશે અગાઉ પણ ઘણું સાંભળ્યું હતું, એટલે મેં આ મંદિરે દર્શન માટે આવવાનું નક્કી કર્યું.'એક્ટરે મંદિરના દર્શન પછી પોતાના અનુભવ વિશે વાત કરતા કહ્યું કે, 'મને મંદિરની અંદર કેટલીક અદ્ભુત બાબતોનો અનુભવ થયો. જ્યારે મંદિરમાં શાંતિ હોય છે ત્યારે ધીમે ધીમે 'ઓમ નમઃ શિવાય'ની ધ્વનિ સંભળાય છે. મને મંદિરના પંડિતે જણાવ્યું કે અહીંનું શિવલિંગ સ્વયં પ્રગટ થયું હતું.'
Reporter: admin







