વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યકાળના 24 વર્ષ પૂર્ણ થવા પર સુશાસન સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત વડોદરા મહાનગરપાલિકા દ્વારા પણ અલગ અલગ કાર્યક્રમો થકી લોક સેવાના કાર્યક્રમો નું આયોજન કરવામાં આવ્યું છે.

લોકો સુધી સરકારની યોજનાઓ પહોંચે અને લોકોને ધંધા રોજગારમાં સહાય દ્વારા યોગ્ય પ્લેટફોર્મ મળી રહે તે માટેના કાર્યક્રમોનું આગામી દિવસોમાં આયોજન કરવામાં આવ્યું છે તો સાથે સાથે વધુમાં વધુ લોકો વડોદરા મહાનગર પાલિકા સાથે જોડાય તે માટેના પણ આયોજન કરવામાં આવ્યા છે

ત્યારે આજરોજ પાલિકા ખાતે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિવિધ સંસ્થાઓના અગ્રણીઓ હાજર રહ્યા હતા જ્યાં તેમને આ કાર્યક્રમમાં જોડાવા આહવાન કરવામાં આવ્યું હતું. જેની માહિતી મીડિયા સમક્ષ સ્થાયી સમિતિના અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રી આપી હતી.


Reporter: admin







