અમદાવાદીઓને એપ્રિલ-2027 સુધીમાં એરફિલ્ડ રબર બેરેજનુ નવું નજરાણું મળશે. સાબરમતીથી કેમ્પ સદર બજાર સુધી 350 કરોડ રૂપિયાના ખર્ચથી 6 લેનનો બેરેજ કમ બ્રિજ બનશે.
ગુજરાતમાં આ પ્રકારનો સૌ પ્રથમ બેરેજ કમ બ્રિજ તૈયાર થશે. બેરેજ કમ બ્રિજના કારણે અચેર સદરબજારથી ઉપરવાસમાં સંગ્રહીત થનારા પાણીના જથ્થાથી શહેરમાં પાણીની અછતના સમયમાં પણ 10થી 15 દિવસ સુધીનો પાણીનો જથ્થો ઉપલબ્ધ થશે.સાબરમતી ટોરેન્ટ પાવરસ્ટેશન (બી.આર.ટી.એસ.) રોડથી કેમ્પ સદરબજાર (એરપોર્ટ રોડ)ના બંને તરફના રસ્તાઓને જોડતો બ્રિજ બનશે. જેના કારણે પશ્ચિમ વિસ્તારમાં આવેલા સાબરમતી, ચાંદખેડા, મોટેરાથી લઈ પૂર્વ વિસ્તારમાં આવેલા હાંસોલ તથા એરપોર્ટને સીધી કનેક્ટિવિટી મળશે.
ટ્રાફિક સમસ્યા મહદઅંશે હળવી બનશે. બેરેજ કમ બ્રિજ પૈકી રબર બેરેજનુ ઓપરેશન એન્ડ મેઈન્ટેનન્સ ઓટોમેટીક કંટ્રોલ સિસ્ટમ આધારીત હોવાથી તેને ડીફલેકટ કરવાથી નદીના વહેતા પુરને અવરોધરૂપના થાય તેને અનુરૂપ યુનિક એરફીલ્ડ રબર બેરેજ બનાવવામા આવશે. રબર ટાઈપ બેરેજનુ કામ YOOIL ENVIROTECH પ્રા.લી., દક્ષિણ કોરીયાને આપવામાં આવ્યુ છે. અમદાવાદ શહેર માટે રો વોટર સંગ્રહ કરવા તથા રોડ નેટવર્ક તથા સિવિલ તથા સ્ટ્રીટલાઈટની કામગીરી રાજકમલ બિલ્ડર ઈન્ફ્રાસ્ટ્રકચર પ્રા.લી.ને અપાઈ છે.
Reporter: admin