બિલિમોરા: ગુજરાતમાં અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેનનું ગામ ફૂલ સ્પીડમાં ચાલી રહ્યું છે. નેશનલ હાઇ સ્પીડ રેલ કોર્પોરેશને બુલેટ ટ્રેનના બિલિમોરા સ્ટેશનનો ડ્રોન વ્યૂ શેર કર્યો છે, જેમાં વચ્ચેના પિલરના ભાગને પીળો રાખવામાં આવ્યો છે, જેના પાછળનું કારણ બિલિમોરા શહેર તેના કેરીના બગીચાઓ છે. નવસારી જિલ્લાના બિલિમોરા બુલેટ ટ્રેનના સ્ટેશન પરથી જાપાનથી આવનારી બુલેટ ટ્રેનનું ટ્રાયલ થવાની સંભાવના છે. ગુજરાતમાં આગામી વર્ષે ટ્રાયલ રનની શરૂઆત થઈ શકે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના તાજેતરના જાપાન પ્રવાસ બાદ શિંકાનસેન બુલેટ ટ્રેનની ડિલિવરીની પ્રક્રિયા આગળ વધવાની શક્યતા છે.
સ્ટેશન કેસલી ગામમાં આવેલું છે
એનએચએસઆરસીએલના નિવેદનમાં જણાવાયું છે કે બિલિમોરા બુલેટ ટ્રેન સ્ટેશન અદ્રભૂત લાગી રહ્યું છે. તે ઘણી હરિયાળી વચ્ચે છે. બિલિમોરા બુલેટ ટ્રેન સ્ટેશનના આગળના ભાગની ડિઝાઈન કેરીના બગીચાથી પ્રેરિત છે. આ સ્ટેશન નવસારી જિલ્લાના બિલિમોરાના કેસલી ગામમાં આવેલું છે અને તેનું ક્ષેત્રફળ 38394 વર્ગ મીટર છે.મુસાફરોની સુવિધાને ધ્યાનમાં રાખીને સ્ટેશનમાં લિફ્ટ, એસ્કેલેટર, બિઝનેસ ક્લાસ લાઉંજ, ચાઈલ્ડ કેર સુવિધાને પણ પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. રેલ અને પ્લેટફોર્મ સ્તરે સ્લેબનું કામ પૂરું થઈ ચુક્યું છે. સ્ટ્રક્ચરલ સ્ટીલ નિર્માણનું કામ પણ પૂરું થઈ ગયું છે. આર્કિટેચરલ ફિનિશિંગ અને એમઈપી (મિકેનિકલ, ઈલેક્ટ્રિક્લ અને પ્લંપિંગ)નું કામ શરૂ છે.
બુલેટ ટ્રેનનું કેટલું કામ થયું પૂર્ણ
ગુજરાતમાં બુલેટ ટ્રેનનું કામ ઘણા એડવાન્સ સ્તર પર છે. બુલેટ ટ્રેનના 320 કિમી વાયડક્ટ નિર્માણનું કામ પૂરું થઈ ગયું છે. પિલરનું નિર્માણ 397 કિમી અને પિલરના પાયાનું કામ 408 કિમી ટ્રેક પર પૂર્ણ થઈ ચૂક્યું છે. લેટેસ્ટ અપડેટ અનુસાર, પ્રોજેક્ટના 17 નદી પુલ, 9 સ્ટીલ બ્રિજ અને 5 પીએસસી (પ્રી સ્ટ્રેસ્ડ કોંક્રિટ) બ્રિજનું કામ પણ પૂર્ણ થઈ ગયું છે. 203 કિલોમીટર લાંબા માર્ગ પર 4 લાખ નોઈઝ બેરિયર લગાવવામાં આવ્યા છે. આ ઉપરાંત, 202 કિલોમીટર ટ્રેક બેડનું નિર્માણ પણ પૂરું થઈ ગયું છે. એટલું જ નહીં, 1800 ઓએચઈ માસ્ટ ઇન્સ્ટોલ કરવામાં આવ્યા છે, જે લગભગ 44 કિલોમીટરના મુખ્ય લાઇન વાયડક્ટને આવરી લે છે.
ભારતને ક્યારે મળશે બુલેટ ટ્રેન
ભારતને જાપાનની શિંકાનસેન ઈ5 અને ઈ3 સીરિઝની બે ટ્રેન 2026માં મળવાની આશા છે. ભારતમાં પ્રથમ ટ્રાયલ રન સુરત-બિલિમોરી વચ્ચે જુલાઈ-ઓગસ્ટ 2026માં થવાની શક્યતા છે. રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવ આ યોજના પર ખુદ નજર રાખી રહ્યા છે. બુલેટ ટ્રેનનો સંપૂર્ણ કોરિડોર 2029માં શરૂ થવાની આશા છે. ભારતની પ્રથમ મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેનની મહત્તમ સ્પીડ 320 કિમી પ્રતિ કલાક હશે. જ્યારે તેની ડિઝાઈન કરવામાં આવેલી ગતિ 350 કિમી પ્રતિ કલાક છે.
Reporter: admin







