પાલિકાની પાણી લાઈન યોજના અધૂરી

કામ અધૂરું, નાગરિકો પરેશાન
શહેરમાં પાલિકા દ્વારા પાણી લાઈન નાખવાની યોજના જાહેર કરવામાં આવી હતી, પરંતુ લાંબા સમય વીતી જવા છતાં હજુ સુધી કોઈ કામગીરી શરૂ કરવામાં આવી નથી. જેના કારણે પાણીની પાઈપો રસ્તા પર ફેંકી દેવાઈ છે અને હાલ તે કચરા સમાન હાલતમાં પડી રહી છે. વિસ્તારના નાગરિકોએ જણાવ્યું છે કે લાંબા સમયથી પાણી પુરવઠાની તકલીફો ઉકેલાશે તેવી આશા હતી, પરંતુ તંત્રની બેદરકારીને કારણે યોજનાનું કામ શરૂ થતું નથી.

પાઈપો રોડના ખૂણે બિનઉપયોગી રીતે ફેંકાયેલા હોવાને કારણે ધૂળમાટી ફેલાઈ રહી છે અને મચ્છર-જંતુઓનો ઉપદ્રવ પણ વધી રહ્યો છે. નાગરિકોનું માનવું છે કે જો આવી જ હાલત રહેશે તો નજીકના ભવિષ્યમાં આ પાઈપો કચરામાં ફેરવાઈ જશે અને કરોડો રૂપિયાની યોજનાના પૈસા બગડશે. સ્થાનિકોએ તંત્રને તરત જ કામગીરી શરૂ કરી, પાઈપલાઈનનું કામ પૂર્ણ કરીને નાગરિકોને રાહત અપાવવા જોરદાર માંગ કરી છે.

Reporter: admin







